બોટાદ પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલના અધ્યક્ષસ્થાને બોટાદ એસ.ટી.ડેપો ખાતે Flash Mob કાર્યક્રમ યોજવામા આવ્યો
બોટાદ પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલના અધ્યક્ષસ્થાને બોટાદ એસ.ટી.ડેપો ખાતે Flash Mob કાર્યક્રમ યોજવામા આવ્યો
જે અંતર્ગત બોટાદ શહેરની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓએ સ્વીપ નોડલ અને જિલ્લા શિક્ષણાધિકારીના માર્ગદર્શન અન્વયે મતદાન જાગૃતિ સંદર્ભે રાસ,નાટક અને ગાયનની પ્રસ્તુતિ કરી હતી મતદારો ઇ.વી.એમ.અને વીવીપેટના ઉપયોગ અંગે માહિતગાર થાય અને મતદારોને મતદાન માટે જાગૃત કરવાના હેતુથી મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી,ગુજરાત તરફથી ફાળવવામાં આવેલી LED મોબાઈલ વાન ઇ.વી.એમ.-વીવીપેટ નિદર્શન કેન્દ્ર રથ)ના માધ્યમથી બોટાદ એસ.ટી.ડેપો ખાતે મતદાર જાગૃતિ અભિયાન યોજાયું હતું. આ વાન થકી ઇ.વી.એમ./વીવીપેટ શું છે તે અંગેની માહિતી પ્રદાન કરાઈ હતી. તેમજ ઇ.વી.એમ.ના માધ્યમથી મત કઇ રીતે આપી શકાય તેની બસ સ્ટેન્ડ ખાતે અવરજવર કરતા મુસાફરોને જાણકારી આપવામાં આવી હતી. સાથોસાથ આ વાન દ્વારા મતદાનની સંપૂર્ણ પ્રક્રિયા સરળ રીતે સમજાવવામાં આવી હતી આ તકે વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલા મતદાન જાગૃતિ અંગેના ચિત્રો અને સંદેશાઓ પણ પ્રદર્શિત કરાયા હતા.
રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.