રસ્તા નાં ખાડા નાં કારણે મહિલા નું મોત પૂર્વ સાંસદ ઠુંમરે ગુનો નોંધવા સચિવ ને પત્ર પાઠવ્યો દિન -૭ કાર્યવાહી નહિ કરાય તો નાઇલાજે એક આગેવાન તરીકે મારે ફરિયાદ કરવા ફરજ પડશે ઠુંમર - At This Time

રસ્તા નાં ખાડા નાં કારણે મહિલા નું મોત પૂર્વ સાંસદ ઠુંમરે ગુનો નોંધવા સચિવ ને પત્ર પાઠવ્યો દિન -૭ કાર્યવાહી નહિ કરાય તો નાઇલાજે એક આગેવાન તરીકે મારે ફરિયાદ કરવા ફરજ પડશે ઠુંમર


રસ્તા નાં ખાડા નાં કારણે મહિલા નું મોત પૂર્વ સાંસદ ઠુંમરે ગુનો નોંધવા સચિવ ને પત્ર પાઠવ્યો

દિન -૭ કાર્યવાહી નહિ કરાય તો નાઇલાજે એક આગેવાન તરીકે મારે ફરિયાદ કરવા ફરજ પડશે ઠુંમર

અમરેલી પૂર્વ સાંસદ ઠુંમરે રાજ્ય નાં સચિવશ્રી માર્ગ-મકાન વિભાગ, ગાંધીનગર ને પત્ર પાઠવ્યો ખાડા નાં કારણે મહિલા નું મોત ગુનો નોંધવા માંગ કરાય
અમરેલી નજીક રોડ ઉપર ખાડાનાં કારણે બાઈક ઉથલી પડતા મહિલાના મોત અંગે ગુનો નોંધવા અંગે
રાજકોટ થી પ્રસિધા થતાં પ્રેસ મીડીયા મારફત મને મળેલી જાણકારી પ્રમાણે અમરેલી તાલુકાના પાણીયા ગામ પાસે રસ્તામાં ખાડામાં મોટર સાઈકલ બેબેન્સ ગુમાવી બેસતાં વિસાવદર તાલુકાના કાલાવડ ગામના અરવિંદામાઈ જીરાભાઈ ગંગડા અને તેમના ધર્મપત્નિ ગીતાબેન પોતાના ગામથી અમરેલી તાલુકાનાં બાબાપુર ગામે પોતાના સામાજીક કામે આવતા હોય રસ્તા માં મસ મોટો ખાડો આવતાં બેલેન્સ ગુમાવતા તેઓના ધર્મપત્નિ મોટર સાઈકલ ઉપરથી પડી જતા ગંભીર ઇજાને કારણે મોતને ઘાટ ઉતરેલ છે કોઇપણ વાહન સામાજીક કામે હર્ષ ઉલ્લાસ સાથે આવતા હોય અને આવું અને તેમની પરિસ્થિતિ કેવી બની હશે ? તે વિચારવું પડે પ્રજા રોડ ટેક્ષ અને ટોલ ટેક્ષ રોડના ખર્ચ કરતા પણ વધારે ભરે છે પરંતુ ભ્રષ્ટ આપણ નાં કારણે ગુજરાતનાં રસ્તા અતિ ખરાબ છે આ બાબતે તત્કાલીન સાંસદ પૂર્વ ધારાસભ્ય તરીકે અવાર-નવાર રજુઆત કરું છુ પરંતુ તંત્ર તેમના કાને સંભળાતું નથી એ દુઃખદ બાબત છે. આ રસ્તાનાં ખાડા નું પેચ કેમ થતાં નથી? ન થવાના પાછળ કોણ જવાબદાર છે? આ રસ્તા એસ.ઓ. ડી.5.11. તેમજ કાર્યપાલક ઉપર ગુનાહિત પ્રવૃત્તિ લાગુ પાડી કડક માં કડક કલમો ઉમેરી ફોજદારી ગુન્હો દાખલ કરી પગલા લેવા જોઈએ તેવું મારું માનવું છે. સરકારી અધિકારીઓને મચમોટા પગાર અપાય છે અને છતાં પણ કોન્ટ્રાકટરો પાસેથી મોટું કમિશન લેવાઈ છે અને તેના કારણે રસ્તા ઓની ક્વોલિટી જળવાતી નથી અને જે મજબુતાઈ હોવી જોઈએ તે થતી નથી તેનો ભોગ પ્રજા બની રહી છે. તાજેતરમાં આ બાબતે આપને પણ રૂબરૂ મળ્યો હતો. મુખ્ય ઇજનેરશ્રી ને પણ મળ્યો હતો, રાજકોટ અધિક્ષક ઇજનેર શ્રીને ફોન ઉપર આ બાબતે ગંભીર રજુઆતો કરેલી હતી તેઓ 'હુ અમરેલી આવું છું' તેવું મને એકાદ માસથી કહેલ મેં અવાર-નવાર ફોન કર્યો છે. મારા ૩૫ વર્ષનાં જાહેરજીવન દરમ્યાન માર્ગ-મકાન કાર્યપાલક ઇજનેરશ્રીની કચેરીમાં છેલ્લા ૨ (બે) માસમાં બે સમય મીટીંગ રૂબરૂ કરી આવેલ છું પરંતુ પ્રશ્ન નો ઉકેલ આવ્યો નથી ખુબજ ગંભીર બાબત છે. ગુજરાત રાજ્ય માટે અને ડો. જીવરાજ મહેતા પ્રથમ મુખ્યમત્રી ના જિલ્લા તરીકે નીચું જોણું છે. અહીંનાં દંડક જેવા મુખ્ય હોદા પર ફરજ બજાવતા હોય. છતા પણ અમરેલીનું પછાતપણું દૂર થતું નથી, માન મુખ્યમંત્રી થી અમરેલી જિલ્લાની મુલાકાતે આવેલ પત્રથી રજુઆત કરેલ (પત્રની નકલ સામેલ છે) આપના તરફથી પગલા લેવામાં નહીં આવે તો, ના છુટકે અરજદાર વતી જિલ્લાના કાર્યપાલક ઇજનેર નાયબ ઇજનેર, એસ ઓ ઉપર ફોજદારી ગુન્હો દાખલ કરવા માટે મારે પણ કોર્ટમાં કેમ ન જવું પડે ? તેનો પણ દિન-૭ માં પત્રના જવાબથી મને જણાવશો અન્યથા વધુ કાનૂની કાર્યવાહી જેવી કલમ લગાડી આ વિભાગના મુખ્ય અધિકારી રોડના એસ.ઓ. સુધીના જવાબદારો ઉપર પગલા ભરવાની ફરીયાદ દાખલ કરવાની ફરજ પડશે, અને તે અંગે રાજકીય આગેવાન તરીકે અને રાજ્યના એક નાગરીક તરીકે મને જે મુશ્કેલી ઉભી થશે તેની સંપુર્ણ જવાબદારી આપના વિભાગની રહેશે જેની નોંધ લેશો. તુરંત જ યોગ્ય આદેશો કરશો જુના પ્રશ્નોની રજુઆતો છે તેનો પણ તાકીદે યોગ્ય નિવારણ કરવા જરૂરી કાર્યવાહી કરવા કડક પગલા લેવા મારી રજુઆત છે.તેમ ઠુંમરે જણાવ્યું હતું

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.