સુરેન્દ્રનગર જિલ્લાની વ્યાજબી ભાવની 16 દુકાનદારોના પરવાના કાયમી રદ : 2.44 કરોડનો દંડ
- અનાજ બારોબાર સગેવગે કરાતુ હોવાની ફરિયાદો ઉઠતાં તંત્રની લાલ આંખ- શંકાસ્પદ રીતે ઓ.ટી.પીનો દૂરૂપયોગ કરી અનાજ વિતરણ કરવાના કૌભાંડના મામલેસુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં કેટલાક વ્યાજબી ભાવના દુકાનદારો દ્વારા ગરીબોને અનાજ આપવામાં ગલ્લાતલ્લા કરી યેનકેન પ્રકારે અનાજ બારોબાર સગેવગે કરાતુ હોવાની ફરિયાદો વચ્ચે શંકાસ્પદ રીતે ઓ.ટી.પી.નો દુરૂપયોગ કરી અનાજ વિતરણ કરવાનાં મામલે કલ્લાનાં ૧૬ દુકાનદારોનાં પરવાના કાયમી ધોરણે રદ કરવાના કડક પગલા લેવાયા છે અને રૂા.૨,૪૪,૫૨૬૯૫નો દંડ ફટકારવામાં આવ્યો છે. આ અંગેની વધુ વિગત એવી છેકે, સુરેન્દ્રનગર જીલ્લાનાં કેટલાક સસ્તા અનાજનાં દુકાનદારો દ્વારા જાતજાતની ગેરરીતી આચરવામાં આવે છે. આવી શંકાસ્પદ રીતે ઓ.ટી.પી.નો દુરૂપયોગ કરીને અનાજનું વિતરણ કરાયુ હોવાનું પુરવઠા અધિકારીઓનાં ધ્યાને આવતા ઉંડી તપાસ ધરવામાં આવી હતી. તે દરમિયાન કૌભાંડ સામે આવતા ૧૬ જેટલા વ્યાજબી ભાવના દુકાનદારોને રૂા. ૨,૪૪,૫૨૬૯૫ નો દંડ ફટકારવામાં આવ્યો છે. દંડ સાથે કાયમી ધોરણે પરવાનો રદ કરવાનાં આદેશ અપાયા છે. જેમાં સુરેન્દ્રનગરનાં ૧૦ દુકાનદારો, વઢવાણનાં ૨ દુકાનદારો, લખતરનાં ૧ દુકાદાર અને દસાડા તાલુકાનાં ૩ દુકાનદારોનાં લાયસન્સ કાયમી ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેના પગલે સરકારી અનાજ સગેવગે કરવાની પેરવી કરતા તત્વોમાં ફફડાટ ફેલાઇ ગયો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.