રાજકોટમાં જુગાર રમતા 12 મહીલા સહિત 24 ઝડપાયાં
પ્રથમ દરોડાની વિગત મુજબ રાજકોટ એલ.સી.બી. ઝોન-2 નો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ ઝાલા, કોન્સ્ટેબલ જેન્તીગીરી ગોસ્વામી, કિંજલબેન ચૌહાણ પેટ્રોલિંગમાં હતા દરમીયાન ખાનગી રાહે હકીકત મળેલ કે રાજકોટ જામનગર રોડ સૈનિક સોસાયટી અંબાજી મંદિર પાસે કનકબા જાડેજા મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડતા હોવાની બાતમી મળી હતી.
જે સ્થળે દરોડો પાડી કનકબા અશોકસિંહ જાડેજા (ઉ.વ.70), જયશ્રી બેન હિમંતભાઈ પાટડીયા (ઉ.વ.41),જાગૃતીબેન કેતનભાઈ ભટ્ટી (ઉ.વ.38), મીનાબા ધીરૂભા ચુડાસમા (ઉ.વ.37), નિશાબેન રામસિંગભાઇ ઠકુડી (ઉ.વ.35), કિર્તીબેન વસંતભાઇ કાથરાણી (ઉ.વ.62), ભાવનાબેન દીનેશભાઈ પીઠડીયા (ઉ.વ.53), હંસાબા રણવીરસિંહ ચુડાસમા (ઉ.વ.50), શારદાબેન ચેતનભાઇ વાળા (ઉ.વ.44), મીનાબા હરિશ્ચંદ્રસિંહ પરમાર (ઉ.વ.58) તેમજ મહેશભાઈ વશરામભાઈ કાનગડ (ઉ.વ.44) ને દબોચી લઈ રોકડ રૂ.51340 કબ્જે કર્યા હતા.ગાંધીગ્રામ પોલીસે જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ ઉપરાંત રાજકોટ તાલુકા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન ખાનગી રાહે હકિકત મળેલ કે 40 ફૂટ રોડ પ્રજાપતિ શેરી નં.2 ગાયત્રીનગર ફ્લોર મીલની સામેના મકાનમાં રહેતા રતુભાઈ ભાણજીભાઈ ચાવડા પોતાના મકાનમાં બહારથી માણસો બોલાવી જુગારનો અખાડો ચલાવે છે. જે બાતમીનાં આધારે દરોડો પાડી રતુભાઈ ભાણજીભાઈ ચાવડા (ઉ.વ.63), પ્રવિણભાઈ શામજીભાઈ મુળાશીયા (ઉ.વ.54, રહે.પ્રિયદર્શની સોસાયટી, 40 ફુટ રોડ), જીવણભાઈ પુનાભાઈ વઘાસીયા (ઉ.વ.65, રહે.રાજદીપ સોસાયટી-2, 40 ફુટ રોડ), દિનેશભાઈ રતિલાલ ખોલીયા (ઉ.વ.51, રહે. અક્ષય મકાન પ્રજાપતિ-3, 40 ફૂટ રોડ), મનસુખભાઈ રવજીભાઈ ધંધુકીયા (ઉ.વ. 54, રહે. દ્વારકાધીશ-3, ક્રિષ્ના ઓર્કેડ ફ્લેટ બિલ્ડીંગ નં.એ/304, ઉમીયા ચોક), કિશોરભાઈ મોહનભાઈ માળવી (ઉ.વ.45, રહે. રાજદીપ સોસાયટી-6,40 ફુટ રોડ), કેવલસિંહ પ્રભાતસિંહ ડોડીયા (ઉ.વ.30, રહે. પ્રજાપતિ-2, ગાયત્રી ફ્લોર મીલની સામે,40 ફૂટ રોડ) ને દબોચી લીધા હતા. પોલીસે રોકડ રૂ.16,380 કબ્જે કરી જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જ્યારે વધુ એક દરોડાની વિગત મુજબ રાજકોટ તાલુકા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન ખાનગી રાહે હકિકત મળેલ કે ભીમનગર શેરી નં.4 નદિ પાસે ભીમનગર ચોક નાના મવા પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી. જે સ્થળે દરોડો પાડી પુજાબેન રમેશભાઇ ચાવડા (ઉ.વ.27), ભાવનાબેન હિતેનભાઈ રાઠોડ (ઉ.વ.35) તથા કિશોરભાઈ મેઘુમલઇ ટીલવાણી (ઉ.વ.67), ગૌતમભાઈ મુળજીભાઇ સોંદરવા (ઉ.વ.43),મેઘજીભાઈ પમાભાઈ બગડા (ઉ.વ.52), વિપુલભાઇ બટુકભાઇ નારોલા (ઉ.વ.29) ને પકડી પાડી રોકડ રૂ.10,780 કબ્જે કર્યા હતા.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.