ઇ-મેલથી પેપર મોકલવા યુનિવર્સિટીની ફરી ટ્રાયલ, કોલેજોને પાસવર્ડ સાથે ફાઇલ મોકલી
13મીથી શરૂ થનારી પરીક્ષામાં QPDS સિસ્ટમથી પેપર મોકલવા પ્રયાસ
હાલ માત્ર એક-બે પાનાના પ્રશ્નપત્ર જ યુનિવર્સિટી ઇ-મેલથી મોકલે છે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ અગાઉ મોટાપાયે QPDS (ક્વેશ્ચન પેપર ડિલિવરી સિસ્ટમ)ની કરેલી જાહેરાત સંપૂર્ણ રીતે સફળ રહી ન હતી ત્યારે આગામી 13મીથી શરૂ થનારી યુનિવર્સિટીની પરીક્ષામાં ફરી ઈ-મેલથી જ પ્રશ્નપત્ર મોકલવા માટેની ટ્રાયલ શરૂ કરી છે જેમાં બુધવારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રની કેટલીક કોલેજોને હંગામી ધોરણે પાસવર્ડ સિક્યોરિટી સાથેની ફાઈલ મોકલવામાં આવી હતી. કોલેજોને મોકલાયેલા ઈ-મેલ બે પાસવર્ડથી ખૂલશે જે બંને પાસવર્ડ યુનિવર્સિટી જે-તે કોલેજના આચાર્યને એસએમએસથી મોકલશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.