રાણાવાવ જાંબુવતીની ગુફાએ વાહન ચાલકોને ટ્રાફિક નિયમોના સૂત્રો લખેલ પત્રિકાઓનુ વિતરણ કરતી ટ્રાફિક પોલીસ - At This Time

રાણાવાવ જાંબુવતીની ગુફાએ વાહન ચાલકોને ટ્રાફિક નિયમોના સૂત્રો લખેલ પત્રિકાઓનુ વિતરણ કરતી ટ્રાફિક પોલીસ


પોરબંદર રાજકોટ નેશનલ હાઈવે પર રિફલેકટર્સ વિનાના વાહનોમાં પોલીસે રીફલેક્ટર્સ‌ લગાડ્યા

ગોસા(ઘેડ) તા.૦૪/૧૧/૨૦૨૪ પોરબંદર ટ્રાફિક પોલીસ દ્વારા રાણાવાવના જાંબુવતીની ગુફાએ આવતા જતા દર્શનાર્થી ઓ તેમજ વાહન ચાલકોને ટ્રાફિક નિયમોના સૂત્રો લખેલ પત્રિકાઓનુ વિતરણ કરવામાં આવ્યું તેમજ પોરબંદર રાજકોટ નેશનલ હાઈવે પર રિફલેકટર્સ વિનાના વાહનોમાં રીફલેક્ટર્સ‌ લગાડ્યા હતા. પોરબંદર જીલ્લામાં વાહન અકસ્માતો નિવારવા માટે જનજાગૃતિ અર્થે જુદા જુદા કાર્યક્રમો યોજવા પોરબંદર પોલીસ અધિક્ષક શ્રી ભગીરથસિંહ જાડેજાનાઓએ ટ્રાફિક શાખાને સૂચના આપેલ હોય જે સૂચના અનુસાર આજ રોજ રાણાવાવ હાથી સિમેન્ટ ફેકટરી નજીક આવેલ જાંબુવતીની ગુફાએ આવતા વાહનના વાહનચાલકોને તથા દર્શનાર્થીઓને ટ્રાફિક‌ નિયમોનુ પાલન કરવા તેમજ ટ્રાફિક નિયમોના સૂત્રો લખેલ પત્રિકાઓનુ વિતરણ કરવામાં આવેલ અને દરેકને ટ્રાફિકl પોલીસ દ્રારા શુભ યાત્રા માટે શુભેચ્છા પાઠવવામાં આવેલ હતી..
આ ઉપરાંત પોરબંદર રાજકોટ નેશનલ હાઈવે પર રિફલેકટર્સ વિનાના વાહનોમાં રીફલેક્ટર્સ‌ લગાવવાની કામગીરી ટ્રાફિક પી.એસ. આઈ.કે.બી.ચૌહાણ, એ.એસ. આઈ.બી.કે.ઝાલા, ડ્રા.મયુરભાઈ બાલશ તથા ટી.આર.બી.જવાન ભાવિનભાઈ મેઘનાથી, કુલદિપભાઈ સરવૈયા દ્રારા કરવામાં આવેલ હતી. રિપોર્ટર :-વિરમભાઇ કે. આગઠ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.