સૌની યોજના થકી સાયલા, ચોટીલા,મુળી, તાલુકાનાં સરપંચો ની બેઠક યોજાઇ. - At This Time

સૌની યોજના થકી સાયલા, ચોટીલા,મુળી, તાલુકાનાં સરપંચો ની બેઠક યોજાઇ.


સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા, ચોટીલા અને મુળી તાલુકાનાં સરપંચો ની બ્રહ્મપુરી ગામે બેઠક યોજાઇ હતી.સૌની યોજના થકી મારફતે લોકો ને પીવા નાં પાણી તેમજ અન્ય તળાવો ભરવાની માંગ સાથે 20 થી વધારે ગામો નાં સરપંચો તેમજ ખેડૂતો ની બેઠક યોજાઇ હતી.જેમા લોકો ને પીવાનાં પાણીની સમસ્યાથી પીડાતા લોકો ની પ્રશ્નો હલ કરવા સરપંચો એ બેઠક યોજી હતી જેમાં આગામી સમયમાં ધારાસભ્ય અને સાસંદો ને રજુઆતો કરવામાં આવશે.ખેડુતો નુ કહેવુ છે કે અમારા વિસ્તારમાં આ વર્ષે ચોમાસુ નબળુ હોવાથી બોરના પાણી ઊંડા તેમજ ખારા પાણી નિકળે છે અને અમારા પાકો સુકાઈ રહ્યા છે.તેમજ પીવાનાં પાણીની સમસ્યાઓ વારંવાર સર્જાય છે.આવા અનેક પ્રશ્નો ધ્યાનમાં લઈ ધારાસભ્ય ને રજુઆતો કરવામાં આવશે.આ કાર્યક્રમ માં સાપર ગામ નાં સરપંચ, ધારા ડુંગરી સરપંચ ભરતભાઈ, ધર્મેન્દ્રગઢ સરપંચ,સુરજદેવળ સરપંચ, સામતપર નાં સરપંચ, કાનપર ના સરપંચ, સોનપરી સરપંચ તેમજ ત્રણ તાલુકાના ખેડૂતો તેમજ
બ્રહ્મ પુરી ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ,, જેસીંગભાઇ સારોલા
બિઝનેસ પાર્ટનર.. રણજીતભાઈ ખાચર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.