રાજકોટની બાળ અદાલતમાં બાળ આરોપીઓની ધમાલ: એસઆરપીમેન પર હુમલો
રાજકોટમાં ભક્તિનગર સ્ટેશન રોડ પર આવેલ ઝોનલ ઓબ્ઝર્વેશન હોમ બાળ અદાલતમાં ફોનમાં વાત કરવા મામલે છ બાળ આરોપીએ જીમના ડંબલથી તોડફોડ કર્યા બાદ ધોકા-પાઈપથી એસઆરપી જવાન પર હુમલો કર્યો હતો. બનાવ અંગે એ. ડિવિઝન પોલીસે ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
બનાવ અંગે રાજકોટમાં પાળ રોડ પર સંસ્કાર સોસાયટીમાં રહેતાં સાગરભાઈ દિલીપભાઈ શુકલા (ઉ.વ.34) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ઝોનલ ઓબ્ઝર્વેશન હોમ પ્લેસ ઓફ શેફ્ટી કે જે ભકતીનગર સ્ટેશન રોડ મેઈન રોડ પર આવેલ છે ત્યા પાંચ વર્ષથી કોન્ટ્રાક્ટ બેઈઝ પર કાઉન્સેલર તરીકે નોકરી કરે છે. ઉપરાંત વધારાના ચાર્જ તરીકે છ મહીનાથી ઓફીસર ઈન્ચાર્જ તરીકે ફરજ બજાવે છે.
ગઈકાલે જાહેર રજા હોય જેથી રાત્રીના સવા નવેક વાગ્યાની આસપાસ તેઓને સરકારી ગાર્ડ તરીકે ફરજ નીભાવતા રમણીકભાઈ લીંડીયાનો ફોન આવેલ અને જણાવેલ કે, સગીર બાળકો એસ.આર.પી. જવાન સાથે ઝઘડો કરી તેને મારે છે. તેવુ જણાવતા તેઓ તુરંત ઝોનલ ઓબ્ઝર્વેશન હોમ કમ પ્લેસ ઓફ શેફ્ટી પર આવી ગયેલ અને ગેઈટની અંદર પ્રવેશ કરતા જોયેલ તો ત્યા સામાન વેર વીખેર જોવા મળેલ હતો.
જેથી ગાર્ડ રમણીકભાઈને બનાવ બાબતે પુછપરછ કરતા તેને જણાવેલ કે, બુધવારનો દિવસ હોય જેથી આપડે ત્યા પ્રાઈવેટ ગાર્ડ તરીકે ફરજ બજાવતા ટીડાભાઈ ઉર્ફે શૈલેષ બાંભવા બાળકોને તેના વાલી સાથે ઓફીસના લેન્ડ લાઈન ફોનમાં વાતચીત કરાવતા હતા. તે દરમ્યાન રાત્રીના સવા નવેક વાગ્યાના અરસામા એક સગીર (યાસીન ઉર્ફે નોળીયો અબ્બાસભાઈ ભટ્ટી) તેના વાલી સાથે ફોનમા વાતચીત કરતો હોય.
પરંતુ ફોનમા વાતચીત કરાવવાનો સમય પુર્ણ થતા ટીડાભાઈ ઉર્ફે શૈલેષ બાંભવાએ તેને ફોન મુકવાનુ કહેલ પરંતુ તેમ છતા તેને ફોનમા વાતચીત ચાલુ રાખતા તેઓ તેની પાસે ગયેલ અને ફોન મુકવાનુ જણાવેલ પરંતુ તેને ફોન મુકેલ નહી જેથી તેની પાસેથી ફોન લઈ લેતાં તે ઓફીસમાથી બહાર નીકળી ગયેલ અને તેને તેની સાથે રહેતા અન્ય સગીરોને બોલાવેલ હતાં.
થોડીવારમાં અન્ય પાંચ સગીરો ત્યાં ઘસી આવ્યાં અને તેની સાથે મળી છએ સગીરો રાત્રીના સાડા નવ વાગ્યે કલાસ રૂમમા ગયેલ અને જીમના સાધનો ત્યા પડેલ હોય તેમાથી ડંબલ લઈ તેના વડે કલાસ રૂમમા રહેલ બેંચમા મારવા લાગતાં કલાસરૂમની બે બેંચમા નુક્શાન થયેલ ત્યાર બાદ છએય બાળકો ક્લાસ રૂમમાથી બહાર આવીને ગાળો બોલી સંસ્થામા પીડબ્લ્યુમાથી આવેલ સી.સી.ટી.વી. કેમેરા - 06, પંખા 10, ખુરશીઓ 05, ટયુબલાઈટમા કચરા પોતા કરવાના પાઈપ તથા પ્લાસ્ટીક જેવા પાઈપ વડે મારવા લાગતા તેમા રૂ.30 હજારનું નુકશાની કરેલ હતી.
બાદમા તોડફોડનો અવાજ આવવા લાગતા ત્યા ગાર્ડ તરીકે રાત્રીના આઠ વાગ્યે એસઆરપીના હથીયારી પોલીસ કોન્સ્ટેબલ અરવીંદસિહ જાડેજા હાજર હતા તે ત્યા લોબીમા આવી ગયેલ અને છએય સગીરોને સમજાવવા જતા છએય સગીરો એસઆરપી જવાન પર હુમલો કરી દિધો હતો. એસઆરપી મેનને કચરા પોતા કરવાના પાઈપ અને પ્લાસ્ટીકનાપાઈપ વડે માર મારવા લાગેલ હતાં અને બાદમાં બાળ આરોપી અંદર ચાલ્યાં ગયેલ હતાં.
બનાવ અંગેની ફરીયાદ પરથી એ. ડિવિઝન પોલીસે બીએનએસ એક્ટ 121(1), 189(2), 191(2), 190, 324(4) સહિતની કલમ હેઠળ ગુનો નોંધી પીએસઆઈ એમ.કે.મોવલિયા અને સ્ટાફે તપાસ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.