ભેસાણ કોર્ટ જુદા જુદા બે ચેક રિટર્ન કેસોમાં આરોપીને બે વર્ષની સજા તથા બમણી રકમનો દંડ ફટકારતાં ચકચાર..
ભેસાણ કોર્ટ જુદા જુદા બે ચેક રિટર્ન કેસોમાં આરોપીને બે વર્ષની સજા તથા બમણી રકમનો દંડ ફટકારતાં ચકચાર. ભેસાણ શ્રી સૌરાષ્ટ્ર નાગરીક શરાફી સહકારી મંડળી લી. બગસરા ભેસાણ શાખાના મેનેજર અજયભાઇ નકુમ દ્વારા ભેસાણ ગામના જયેશ ખીમજી હિરપરા અને દક્ષાબેન જયેશભાઈ હિરપરા સામે બેન્ક માથી લોન લઈ હપ્તા ન ભરી અને ચેક આપી જે ચેક અપૂરતા ભંડોળના કારણે પરત ફરતા અવાર નવાર બેન્ક દ્વારા ચેક પરત ફરેલ હોવાની જાણ કરવા છતાં આરોપી દ્વારા રકમ નહીં ચૂકવતા ફરિયાદીએ વિસાવદરના યુવા એડ્વોકેટ કમલેશ બી.જોષી મારફતે આરોપીઓને નોટિસ આપેલ અને આરોપીઓએ નોટિસનો જવાબ નહીં આપતા ફરિયાદીએ વિસાવદરના યુવા એડ્વોકેટ કમલેશ બી.જોષીને વકીલ તરીકે રોકી ભેસાણ કોર્ટમાં ફરિયાદી અજય નકુમે ઉપરોક્ત આરોપી સામે જુદા જુદા બે કેસ દાખલ કરવામાં આવેલ જેમાં આરોપીઓ જયેશભાઈ ખીમજીભાઈ હિરપરા અને દક્ષાબેન જયેશભાઈ હિરપરાને ભેસાણના જ્યુડી મેજીસ્ટ્રેટ જે.એન મહેતાસાહેબએ નામદાર સુપ્રીમ કોર્ટ, નામદાર હાઇકોર્ટ ના વિવિધ ચુકાદાઓ તથા કાયદાકીય જોગવાઇઓ સાથે આરોપીઓને બે વર્ષની સજા તથા ચેકની બમણી રકમનો દંડ ભરવા હુકમ કરેલ છે. અને આરોપી સામે વોરંટ ઇસ્યુ કરવા હુકમ કરેલ આ કામે ફરિયાદી વતી વિસાવદર ના યુવા ધારાશાસ્ત્રી કમલેશ બી.જોષી તથા શરદ એ.જોષી રોકાયેલ હતા આરોપીઓને બે વર્ષની સજા તથા દંડ ફટકારતાં રકમ મેળવી ચેકો આપનારા લોકોમાં તથા બેંકમાંથી લોન લઈ હપ્તા નહિ ભરનારા લોકોમાં ફફડાટ મચી ગયેલ છે.
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.