છોટુનગરમાં બે પરિવાર વચ્ચે ધોકા-પાઈપથી મારામારી: સામસામી મહિલાઓની છેડતી કરી હુમલો
રૈયા રોડ હનુમાનમઢી પાસે છોટુનગરમાં ઘરમાં ઘુસી પાડોશીએ પરિણીતા પર નિર્લજ્જ હુમલો કરી પતિને મારમાર્યો હતો. જ્યારે સામાં પક્ષે પણ યુવકે માર માર્યાની વળતી ફરિયાદ કરતા ગાંધીગ્રામ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.
બનાવ અંગે હનુમાન મઢી પાસે છોટુનગર મ.પરામાં રહેતા 72 વર્ષના વૃધે પોતાની ફરિયાદમાં અનિલ રાફુચા, પરસોતમભાઈ,રમેશભાઈ અને રાજેશભાઈનું નામ આપતા તેઓની સામે મારામારી અને છેડતી અંગેની કલમ હેઠળ કાર્યવાહી કરી છે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ગઈ તા.7/1નાં રાત્રીનાં તેઓ ઘરે રૂમમાં સુતા હતા અને તેમની પુત્રવધુ બહાર ફળિયામાં કામ કરતી હતી ત્યારે પાડોશમાં રહેતો અનિલ રાકુચા તેમની પુત્ર વધુને છેડતી કરી શરીરે અડપલા કરતા તેણે દેકારો કરતાં તેમની દીકરી વચ્ચે પડતાં તેને અનિલે થપ્પડ મારી હતી અને વધુ દેકારો થતાં તેઓની નીંદર ઉડી જતાં બહાર આવેલ અને અનિલને ઠપકો આપતા ગાળો આપવા લાગ્યા અને તે દરમ્યાન આજુબાજુમાંથી અનિલનાં પિતા પરસોત્તમ,તેના ભાઇઓ રમેશ અને રાજેશ ઘસી આવ્યાં આવી ચારેય ઢીકાપાટુનો મારમાર્યો હતો. અનિલે પાઇપથી માથામાં એક ઘા મારતા તેઓ લોહીલુહાણ થઈ ગયાં હતાં. બાદમાં તેમને ઈજાગ્રસ્ત હાલતમાં સારવારમાં સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો.
જ્યારે સામાપક્ષે કાજલબેન અનિલભાઈ (ઉ.વ.22)એ નોંધાવેલ ફરિયાદમાં પ્રહલાદ લોલાડિયા, હિતેશ લાલોડિયા અને અજયનું નામ આપી જણાવ્યું હતું કે, આરોપીઓએ છેડતી અને મારામારીનો વળતો હુમલો કરી તેણીના પતિ અનિલને બેફામ મારમાર્યો હતો. તેમને માથામાં લાકડી મારતા માથામાં ફૂટ થતા તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગેની સામસામી ફરિયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે નિર્લજ્જ હુમલો સહિતની કલમ હેઠળ સાત શખ્સો સામે ગુનો નોંધી પીએસઆઈ જે. જી.જાડેજાએ તપાસ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.