**સંજેલીમા વધતા જતા ચોરીના બનાવો તેમજ મોટી અપરાધિક ઘટના સર્જાય તે માટે આપ પાર્ટી પ્રમુખે નગરમા CCTV કેમેરા નાખવા તા.વિ.અધિકારી સમક્ષ લેખિત માગ કરાઈ ..**
**સંજેલીમા વધતા જતા ચોરીના બનાવો તેમજ મોટી અપરાધિક ઘટના ના સર્જાય તે માટે આપ પાર્ટી દ્વારા તા.વિ.અધિકારીને લેખિત રજૂઆત કરાઈ..**
સંજેલી નગરમાં થયેલ સ્ટ્રીટ લાઈટ LED ની ચોરી, હનુમાનજી મંદિરના ઘંટની ચોરી, અગાઉ ઠાકોર ફળીયામાં ચાર પાચ મકાનોમાં ચોરી થઈ હતી.. તેમજ તોયણી ઘટના, વડોદરાની ભાયલી ગેગ રેપ જેવી શર્મશાર કરતી જઘન્ય ઘટનાઓ ના બને.. તેના પર અંકુશ લાવવા માટે આજ રોજ આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ અને ઝાલોદ નગરપાલિકાના પ્રભારી અલ્પેશભાઈ ચારેલ દ્વારા સંજેલી નગરમાં cctv કેમેરા લગાવવા માટે તાલુકા વિકાસ અધિકારીને આવેદન આપી રજુઆત કરવામાં આવી..જેમાં તાલુકા ઉપપ્રમુખ રિઝવાનભાઈ, જયેશભાઇ રાઠોડ, તાલુકા મહિલા પ્રમુખ ચંપાબેન મછાર, જિલ્લા મહામંત્રી કપિલાબેન બારીયા, લઘુમતી પ્રમુખ ઈરફાનભાઈ ડોકિલા, કિસાન મહામંત્રી બાબુભાઇ ચારેલ, વિદ્યાર્થી નેતા મુકેશભાઈ સંગાડા હાજર રહ્યા હતા.
8160223689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.