*શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ પ્રભાસ પાટણ ખાતે ગણપતિ ઉત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ.*
*શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ પ્રભાસ પાટણ ખાતે ગણપતિ ઉત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ.*
શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ પ્રભાસ પાટણ ખાતે ગણપતિ ઉત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ. આ અંગે માહિતી આપતા સંસ્થાના સંચાલક શા.સ્વા.ભક્તિપ્રકાશદાસજી તથા સ્વામી ધર્મકિશોરદાસજીએ જણાવેલ કે છેલ્લા બે દાયકાથી દર વર્ષે ગણેશચતુર્થીના દિવસે ગણપતિ સ્થાપના કરવામાં આવે છે. તેવી જ રીતે આ વર્ષે પણ ગણેશચતુર્થી ના દિવસે ગણપતિદાદાની પ્રતિમાની સ્થાપના કરવામાં આવેલ અને ત્યારબાદ ગણેજીની આરાધના,મંત્રજાપ,ગરબા જેવા અવનવા ધાર્મિક કાર્યક્રમો પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંસ્થામાં ચાલતા પ્રાથમિક શાળા, હાઇસ્કુલ, ઉચ્ચતર માધ્યમિક શાળા તથા બી.એડ કોલેજના વિદ્યાર્થી, વિદ્યાર્થીનીઓએ તથા તમામ વિભાગના સ્ટાફ મિત્રોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
છઠા દિવસે ગણપતિની મૂર્તિ પ્રતિમા શોભાયાત્રા કાઢી ને ત્રિવેણી મહાસંગમ ખાતે વિસર્જન કરવામાં આવ્યું હતું.
આ ગણપતિ મહોત્સવની છેલ્લા દિવસે બી.એડ કોલેજ ડીન પુંજાભાઈ છાત્રોડીયા એ હ્રદયની ભાવના થી આરતી ઉતારીને બી. એડ કોલેજ ના વિદ્યાર્થીઓને ધાર્મિક થી આધ્યાત્મિકતા તરફ લઈ જવા નો સંદેશો આપ્યો હતો. અને આ સમગ્ર ગણપતિ મહોત્સવના આયોજક દર્શકભાઈ તળાવીયા, હેતભાઈ પાનસુરીયા અને તેમની ટીમે નરેશભાઈ ગુંદરણીયાના માર્ગદર્શન તળે ગણપતિ મહોત્સવની ઉજવણી સફળ બનવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.