રાજકોટ મહાનગરપાલિકા વોર્ડનં.૧૫માં મેયર દ્વારા લોક દરબાર કાર્યક્રમ યોજાયો.
રાજકોટ શહેર તા.૮/૮/૨૦૨૪ ના રોજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના જુદા-જુદા વોર્ડ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાના કામો આંતરમાળખાકીય વિકાસના કામો તથા પ્રવાસન અને હરવા ફરવાના સ્થળ વિકસાવવાના લોકોપયોગી અને પ્રજાકીય કામો કરવામાં આવે છે. આ કામો વધુ સારી રીતે અને સમય મર્યાદામાં થાય તે રીતે પૂર્ણ કરવા માટે નાગરિકોને સાથે રાખી તેઓની રજુઆતો, પ્રશ્નો, ફરિયાદો અને સુચનો આવકારવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મેયર નયનાબેન પેઢડીયાના અધ્યક્ષ સ્થાને વોર્ડ વાઈઝ “મેયર તમારા દ્વારે” (લોક દરબાર)નું તા.૨૨/૭/૨૦૨૪ થી તા.૧૩/૮/૨૦૨૪ દરમ્યાન વોર્ડવાઈઝ સવારે ૯ થી ૧૧ કલાક સુધી આયોજન કરેલ છે. આ “લોક દરબાર” માં નાગરિકો તરફથી રજુ થનાર રજુઆત, પ્રશ્ન અને ફરિયાદનો સ્થળ પર/ટૂંકા સમયગાળામાં હકારાત્મક નિકાલ કરવાનો ઉમદા પ્રયાસ કરવામાં આવનાર છે. જે અંતર્ગત આજ તા.૮/૮/૨૦૨૪, ગુરુવારના રોજ સવારે ૯ થી ૧૧ દરમ્યાન વોર્ડનં.૧૫માં વોર્ડ ઓફીસ, વોર્ડનં.૧૫-બ, જયનાથ પેટ્રોલ પંપ સામે, ભાવનગર રોડ, રાજકોટ ખાતે “લોક દરબાર” કાર્યક્રમ યોજાયો હતો. આ “લોક દરબાર” કાર્યક્રમના અધ્યક્ષ મેયર નયનાબેન પેઢડિયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષના દંડક મનીષભાઈ રાડીયા, કોર્પોરેટરો વશરામભાઈ સાગઠિયા, કોમલબેન ભારાઈ, નાયબ મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે, સહાયક કમિશનર બી.એલ.કાથરોટિયા, પર્યાવરણ ઈજનેર નિલેશ પરમાર, સીટી એન્જીનીયર અઢિયા, આરોગ્ય અધિકારી ડૉ.જયેશ વકાણી, આર.સી.એચ.ઓ. ડૉ.લલિત વાજા, એનક્રોચમેન્ટ ઓફિસર પરબત બારીયા, રોશની વિભાગના સીટી એન્જીનીયર બી.ડી. જીવાણી, ઇ.ચા. મેનેજર નિલેશ કાનાણી, નાયબ આરોગ્ય અધિકારી ડૉ.મહિપાલસિંહ જાડેજા, નાયબ પર્યાવરણ ઈજનેર પ્રજેશ સોલંકી, વોર્ડ એન્જીનીયર અતુલ રાઠોડ, વોર્ડ ઓફિસર નિશાબેન જાદવ, અન્ય અધિકારી-કર્મચારીઓ, વોર્ડનં.૧૫ના પ્રભારી જયેશભાઈ દવે, પ્રમુખ મયુરભાઈ વજકાણી, મહામંત્રી જયવંતસિંહ જાડેજા, મૌલિકભાઈ પરમાર વોર્ડનં.૧૫ના નાગરીકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ “લોક દરબાર” કાર્યક્રમમાં વોર્ડનં.૧૫ના નાગરિકો દ્વારા વિવિધ શાખાની કુલ-૧૨૬ રજુઆતો/પ્રશ્નો રજુ કરવામાં આવી હતી, આ રજુઆતો/પ્રશ્નોનો ટૂંકા સમયગાળામાં નિકાલ કરવામાં આવનાર છે.“લોક દરબાર”માં રાજકોટ મહાનગરપાલિકાના જુદા જુદા વિભાગ વાઈઝ રજુ થયેલા પ્રશ્નોની માહિતી નીચે મુજબ છે. વોર્ડનં.૧૫માં યોજાયેલ "મેયર તમારા દ્વારે" "લોક દરબાર"માં વોર્ડનં.૧૫ના નાગરિકો દ્વારા કુબલિયાપરામાં સફાઈ કરવા બાબત, કુબલિયાપરા વિસ્તારમાં આવેલ ન્યુસન્સ પોઇન્ટ નિયમિત સફાઈ કરવા બાબત, ઘોડિયાનગરમાં પોસ્ટ ઓફીસ ખોલવા બાબત, સસ્તા અનાજની દુકાન બનાવવા બાબત, વેરા બિલમાં સુધારા કરવા સરળ પ્રણાલી અપનાવવા બાબત, મોહનભાઇ સરવૈયા કોમ્યુનિટી હોલમાં લિફ્ટની સુવિધા બાબત, વોર્ડનં.૧૫ના વિવિધ વિસ્તારમાં ટીપરવાન અનિયમિત આવે છે, ભૂગર્ભ ગટરમાં ચોકઅપ થઈ જાય છે, ખોડિયારનગર વિસ્તારમાં ગેસની લાઇન નાખ્યા બાદ રોડ લેવલ કરવા બાબત, વોર્ડનં.૧૫માં આવેલ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં PGVCL નું નવું ફીડર નાખવા બાબત, વોર્ડનં.૧૫ના પછાત વિસ્તારમાં પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર બનાવવા બાબત, વોર્ડનં.૧૫ના મુખ્ય માર્ગો પર કેમેરા નાખવા બાબત, વોર્ડનં.૧૫માં આવેલ શાળામાં ધોરણ ૧૨ સુધી અભ્યાસ શરુ કરવા બાબત, વરસાદી પાણીના નિકાલ માટે, સિનિયર સિટીઝન માટે ગાર્ડન બનાવવા બાબત, આજીનદીના કાંઠે હ્યુન્ડાઇ શો-રૂમ પાસે વોકળો ખુલ્લો કરવા બાબત, અમુલ સર્કલથી પેટ્રોલ પમ્પ સુધીના ભાવનગર રોડ પર આવેલ વિવિધ સોસાયટીમાં વરસાદી પાણી ભરાય છે, ચુનારવાડ ચોકથી આજીડેમ ચોક સુધીના રસ્તા પર રોડ બનાવવા બાબત, આજી રિવરફ્રન્ટ પ્રોજેકટ આગળ ધપાવવા બાબત, વોર્ડનં.૧૫ના વિવિધ વિસ્તારમાં ડી.આઈ.પાઇપલાઇન નાખવા બાબત, આજી નદીની સઘન સફાઈ કરવા બાબત, મોહનભાઇ સરવૈયા હોલ પાસે રોડ બનાવવા બાબત, આંબેડકરનગરમાં વરસાદી પાણી ભરાય જાય છે, પીટીસીના ગ્રાઉન્ડમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, ગાર્ડન, ક્રિકેટ ગ્રાઉન્ડ, અદ્યતન લાઈબ્રેરી બનાવવા બાબત, લાખાજીરાજમાં આવેલ વોકળામાં નિયમિત સફાઈ કરવા બાબત, ખોડિયારપરા આવાસ યોજનામાં પેવિંગ બ્લોક કાઢી સીસી રોડ કરવા બાબત, ખોખડદળ રોડ બનાવવા બાબત, ચુનારવાડ ચોકથી દૂધસાગર રોડ હાઈ-વે સુધીના રોડમાં ડિવાઈડર બનાવવા બાબત, વોર્ડનં.૧૫માં ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા બાબત, સત્યમ પાર્ક પાછળ ગંદકી દૂર કરવા બાબત, રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત શાળાઓમાં અંગ્રેજી માધ્યમની શરૂઆત કરવા બાબત, આજીડેમ ચોકડી થી અમુલ સર્કલ સુધીના એન્ટ્રી પોઇન્ટને ડેવલપમેન્ટ કરવા બાબત, રામવન મેઈન રોડ પર નિયમિત સફાઈ કરવા બાબત, મધુરમ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં રોડ બનાવવા બાબત, ગંજીવાડા વિસ્તારમાં માઠા પ્રસંગે નાહવા માટે બાથરૂમ બનાવવા બાબત વગેરે મુખ્ય બાબતોના પ્રશ્નો અને રજુઆતો રજુ થયેલ. આવતીકાલ તા.૯/૮/૨૦૨૪ શુક્રવારના રોજ સવારે ૯ થી ૧૧ દરમ્યાન વોર્ડનં.૧૬માં વોર્ડ ઓફિસ, વોર્ડનં.૧૬-અ, મેહુલનગર-૬, નિલકંઠ સિનેમાની પાછળ, કોઠારીયા મેઇન રોડ, રાજકોટ ખાતે “મેયર તમારા દ્વારે” (“લોક દરબાર”) કાર્યક્રમ યોજાશે.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.