આવતીકાલે શરદ પૂનમે આકાશમાં જોવા મળશે અદ્ભૂત નજારો, દેખાશે હન્ટર મૂન
ચંદ્ર અને પૃથ્વી એકબીજાની ખૂબ નજીક આવવાના છે. ૧૭ ઓકટોબરથી ત્રણ દિવસ માટે ચંદ્ર ઘણો મોટો દેખાશે. તેને 'હન્ટર મૂન' કહેવામાં આવે છે. નાસા અનુસાર, આ વર્ષનો આ ત્રીજો અને સૌથી મોટો સુપરમૂન હશે. આ સમયગાળા દરમિયાન પૃથ્વીથી ચંદ્રનું અંતર લગભગ ૩.૫૭ લાખ કિલોમીટર હશે. આ વર્ષે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું આ સૌથી ઓછું અંતર હશે. બંને વચ્ચે સામાન્ય અંતર લગભગ ૩.૮૪ લાખ કિલોમીટર છે.
નાસા અનુસાર ૧૭ ઓકટોબરે ચંદ્ર પૃથ્વીની ભ્રમણકક્ષામાં તેના સૌથી નજીકના બિંદુ’પેરીગી' પર પહોંચશે. આ કારણે તે સામાન્ય પૂર્ણિમાના ચંદ્રની તુલનામાં ૧૫ ટકા મોટો અને ૩૦ ટકા તેજસ્વી દેખાશે. તે રાત્રે સ્વચ્છ આકાશમાં સ્પષ્ટપણે દેખાશે. પશ્ચિમી દેશોમાં હન્ટર મૂન નામ પ્રચલિત છે. પ્રાચીન સમયમાં શિકારીઓ માટે શિયાળાની તૈયારીઓ શરૂ કરવાનો આ સંકેત હતો. તેઓ મોટા ચંદ્રને જોઈને શિકાર કરવાનું શરૂ કરતા હતા. અમેરિકા અને અન્ય કેટલાક પશ્ચિમી દેશોમાં તેને ’ફોલિંગ લીવ્સ મૂન' અને ’બ્લડ મૂન' પણ કહેવામાં આવે છે. ભારતમાં હન્ટર મૂન ૧૭ ઓકટોબરે સાંજે ૪:૨૬ વાગ્યાથી દેખાશે. જો કે આ વિવિધ વિસ્તારોમાં 4 સૂર્યાસ્તના સમય પર નિર્ભર રહેશે. હન્ટર મૂન સૂર્યાસ્ત પછી તરત જ દેખાશે. ભારતમાં આ વર્ષે હજુ બે પૂર્ણિમાના દિવસે (૧૬ નવેમ્બર અને ૧૫ ડિસેમ્બર) ચંદ્ર મોટો દેખાશે.
8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.