ભાલ વિસ્તારના જશવંતપુર ગામ ખાતે શિશુવિહાર સંસ્થા દ્વારા આરોગ્ય શિબિર યોજવામાં આવેલ - At This Time

ભાલ વિસ્તારના જશવંતપુર ગામ ખાતે શિશુવિહાર સંસ્થા દ્વારા આરોગ્ય શિબિર યોજવામાં આવેલ


શિશુવિહાર સંસ્થાની આરોગ્ય પ્રવૃતિ અંતર્ગત નિરમા લિમિટેડનાં સૌજન્ય થી ભાલ વિસ્તારનાં જશવંતપુર ગામ ખાતે આરોગ્ય શિબિર યોજવામાં આવેલ. તા.29 નવેમ્બર યોજાયેલ શિબિરમાં 226 ગ્રામજનોની આરોગ્ય તપાસ, ચશ્મા વિતરણ કરવામાં આવેલ.. આ પ્રસંગે શાળાના બાળકોની લોહીમાં હિમોગ્લોબીન તપાસ કરી જરૂરિયાતમંદ દર્દીનારાયણોને દવા તથા ચશ્મા વિતરણ કરવામાં આવેલ.
આ પ્રસંગે શિશુવિહાર પુસ્તકાલય દવારા શાળાને 75 બાળ પુસ્તકાલય તથા બાલ આરોગ્ય સૂત્ર ભેટ સ્વરૂપે આપવામા આવેલ.આ કાર્યક્રમમાં શિશુવિહારની આરોગ્ય ટિમનાં ડૉ. અરવિંદભાઈ ત્રિવેદી , ડૉ.અભિલાષા બહેન સોનપાલ , ડૉ. આકાંક્ષાબહેન દેસાઈ , શ્રી અંકિતાબહેન ભટ્ટ , શ્રી રેખાબહેન ભટ્ટ , શ્રી શુભમ ભાઈ ગોહેલ, શ્રી કમલેશભાઈ વેગડ નિરમા લિમિટેડ મેડિકલ ડિપાર્ટમેન્ટના શ્રી જયભાઈ દવે તથા ગામનાં તલાટી મંત્રીશ્રી સંજય ભાઈ તથા આચાર્ય શ્રી ચેતનભાઈ મકવાણા ની ઉપસ્થિતિમાં યોજવામાં આવેલ..
આ કાર્યક્રમનું સંકલન શિશુવિહાર સંસ્થાની આરોગ્ય પ્રવૃત્તિ ના સંચાલક શ્રી રાજુભાઈ મકવાણાએ કર્યું હતું..


9714213028
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image