પાટણ ઇન્દ્રપુરી સોસાયટીના કોમન પ્લોટના ગેરકાયદેસરના દબાણો દૂર કરવામાં નગરપાલિકા ની વહાલા દવલાની નીતિ સામે રોષ ભભૂકયો.. - At This Time

પાટણ ઇન્દ્રપુરી સોસાયટીના કોમન પ્લોટના ગેરકાયદેસરના દબાણો દૂર કરવામાં નગરપાલિકા ની વહાલા દવલાની નીતિ સામે રોષ ભભૂકયો..


પાટણ ઇન્દ્રપુરી સોસાયટીના કોમન પ્લોટના ગેરકાયદેસરના દબાણો દૂર કરવામાં નગરપાલિકા ની વહાલા દવલાની નીતિ સામે રોષ ભભૂકયો..

કોમન પ્લોટમાં અનેક લોકો ના દબાણો છતાં પાલિકા ટીમે ફકત એક જ દબાણકાર નું દબાણ દુર કયુઁ...

પાલિકાએ જેસીબી મશીનથી લીલાછમ વૃક્ષોને પણ જડમૂળથી ઉખેડી ફેંકતા પર્યાવરણ પ્રેમીમાં ભારે નારાજગી...

પાટણ શહેરના સોસાયટી વિસ્તારોમાં કેટલાક ઈસમો દ્વારા કોમન પ્લોટની જગ્યાઓ ઉપર ગેરકાયદેસર રીતે બાંધકામ કરી તેનો કબજો ભોગવટો પોતાની પાસે રાખી સોસાયટી વિસ્તારના અન્ય રહીશો માટે મુશ્કેલીઓ ઊભી કરતા હોય છે. તો કેટલાક કિસ્સાઓમાં સોસાયટીના રહીશો દ્વારા નગરપાલિકા તંત્ર તેમજ કલેકટરના સ્વાગત ફરિયાદમાં આવા ગેરકાયદેસરના બાંધકામો દૂર કરી કોમન પ્લોટ ને ખુલ્લો કરવાની રજૂઆત કરતા હોય છે. ત્યારે પાટણ શહેરના જિલ્લા ભાજપ કાર્યાલય નજીક આવેલ ઇન્દ્રપુરી સોસાયટીના 812 વારના કોમન પ્લોટ માં ગેરકાયદેસરના કરાયેલા દબાણો દૂર કરવા સોસાયટીના રહીશો દ્વારા નગરપાલિકા તંત્રને સામસામે અરજી કરી કોમન પ્લોટ ને ખુલ્લો કરવાની માંગ કરવામાં આવી હતી.ત્યારે નગરપાલિકા તંત્ર એ બંને પક્ષોની રજૂઆતને ધ્યાનમાં રાખીને કોમન પ્લોટના દબાણ દૂર કરવાની કામગીરી માં મંગળવારના રોજ બે ધારી નીતિ અપનાવી ફક્ત અને ફક્ત કોમન પ્લોટ માં દબાણ કરેલા એક જ દબાણકતૉ નું દબાણ જેસીબી મશીન ની મદદથી દુર કરાતાં પાલિકાની દબાણ હટાવો મામલે ની બેધારી નિતિ સામે રોષ જોવા મળ્યો હતો.

આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ શહેરના જિલ્લા ભાજપ કાર્યાલય પાસે આવેલા ઇન્દ્રપુરી સોસાયટીના 812 વારના કોમન પ્લોટ માં મોટા ભાગે સોસાયટી ના રહીશો દ્રારા ગેરકાયદેસર પાકા બાધકામ કરવામાં આવ્યાં હોય જે પૈકી ના આ સોસાયટીમાં રહેતા અને કોમન પ્લોટમાં ગેરકાયદે બાંધકામ કરનાર મેહુલ
કુમાર રમેશભાઈ પરમાર દ્રારા કરાયેલ દબાણ ને નિશાન બનાવી તેમની પડોશમાં રહેતા અને સરકારી નોકરી કરતા સોલંકી વિજયભાઈ સુરેશભાઈ નામના વ્યક્તિ દ્રારા પાટણ નગરપાલિકા તંત્ર અને કલેકટરને આ ગેરકાયદેસરના દબાણ દૂર કરવા લેખિત રજૂઆત કરવામાં આવી હતી તો સામે પક્ષે પણ વિજયભાઈ સુરેશભાઈ સોલંકી સરકારી કર્મચારી દ્વારા પણ પોતાના મકાનના બાંધકામમાં કેટલો ભાગ ગેરકાયદેસર રીતે બાંધકામ કરાયો હોવાની મેહુલભાઈ રમેશભાઈ પરમાર દ્વારા પાલિકા તંત્રને તેમજ કલેકટરને લેખિત રજૂઆત કરી હોય જે બંને પક્ષોની રજૂઆતના આધારે પાટણ નગરપાલિકા તંત્ર એ મેહુલભાઈ પરમારને પોતાનું ગેરકાયદેસરનું બાંધકામ દૂર કરવા મૌખિક જાણ કરી મંગળવારના રોજ જેસીબી મશીન સાથે પાલિકાની ટીમે સ્થળ પર આવી ફક્ત મેહુલભાઈ ના દબાણને દૂર કરી નગરપાલિકાની ટીમ જેસીબી મશીન લઈને રવાના થતા મેહુલભાઈ પરમારે ગેરકાયદેસરના દબાણો દૂર કરવામાં નગરપાલિકાની આ બેધારી નીતિ સામે રોષ વ્યક્ત કરી સરકારી કર્મચારીના ગેરકાયદેસરના દબાણ દૂર નહીં કરી નગરપાલિકાએ વહાલા દવલાની નીતિ અખત્યાર કરી હોવાના આક્ષેપ સાથે ઇન્દ્રપુરી સોસાયટીના કોમન પ્લોટના તમામ ગેરકાયદેસરના દબાણો નગરપાલિકા દ્વારા દૂર કરવામાં નહીં આવે તો તેઓ પરિવાર સાથે કલેકટર કચેરી ખાતે ધરણા યોજી આત્મવિલોપન કરશે તેવી ચિમકી મિડિયા સમક્ષ ઉચ્ચારી હતી.

પાટણ નગરપાલિકાની દબાણ હટાવ ટીમે જેસીબી મશીન સાથે મંગળવારે ઇન્દ્રપુરી સોસાયટીના કોમન પ્લોટના ગેરકાયદેસરના દબાણો દૂર કરવાની હાથ ધરેલી કામગીરી દરમિયાન લીલા વૃક્ષોને પણ જડમૂળથી જેસીબી મશીનથી ઉખેડી ફેકતા પર્યાવરણ પ્રેમીઓમાં નારાજગી જોવા મળી હતી. એક તરફ સરકાર પર્યાવરણને બચાવવા વૃક્ષારોપણના કાર્યક્રમો કરી રહી છે તો બીજી તરફ નગરપાલિકા દ્વારા લીલાછમ વૃક્ષોને જડમૂળ
થી જેસીબી મશીનથી ઉખાડી નાખવાની ધટના પણ લોકો મા ટીકા પાત્ર બનવા પામી હતી.અને પર્યાવરણ પ્રેમી માં પણ ભારે રોષ જોવા મળ્યો હતો.

રિપોર્ટ અનિલ રામાનુજ રાધનપુર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.