ઈડરની દિયોલી હાઈસ્કૂલમાં “સ્વચ્છતા હી સેવા” અભિયાન અંતર્ગત નવીનત્તમ પ્રોજેક્ટ હાથ ધરાયો
સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા
ઈડરની દિયોલી હાઈસ્કૂલમાં “સ્વચ્છતા હી સેવા” અભિયાન અંતર્ગત નવીનત્તમ પ્રોજેક્ટ હાથ ધરાયો
*****
પ્લાસ્ટિક મુક્ત સમાજ નિર્માણ તરફ પ્રથમ કદમ...
*******
સાબરકાંઠા જિલ્લામાં “સ્વચ્છતા હી સેવા” મહાઅભિયાન ચાલી રહ્યું છે. આ અભિયાનમાં જિલ્લાની વિવિધ શાળાના બાળકો ખુબ જ ઉત્સાહ પૂર્વક ભાગ લઈ રહ્યા છે. બાળકોમાં બાળપણથી જ સ્વચ્છતાના સંસ્કાર આવે અને પ્લાસ્ટિક મુક્ત ભારતના નિર્માણમાં સહભાગી બની રહ્યા છે.
"સ્વચ્છતા એ જ સેવા" અંતર્ગત ઇડરના દિયોલીની એમ.જે.મેવાડા શિવશક્તિ વિદ્યામંદિર શાળાના તમામ બાળકોએ સાથે મળી પ્લાસ્ટિક મુક્ત શાળા અને સમાજ બનાવવા માટે પહેલ કરી પ્રથમ કદમ માંડયું છે. જેમાં શાળાના તમામ બાળકો દ્વારા પ્લાસ્ટિકની બોટલો એકત્રિત કરી અને તેમાં પ્લાસ્ટિક ભરી ૧૦૦૧ જેટલી બોટલો એકત્રીકરણ કરવાનું મિશન હાથ ધરવામાં આવ્યું છે. સૌથી વધારે બોટલો એક્ઠી કરનાર વિદ્યાર્થીનું સન્માન કરાશે. બીજી ઓક્ટોબરે ગાંધી જયંતિના દિવસે પ્લાસ્ટિક ભરેલી ૩૦૧ જેટલી બોટલો બાળકો દ્વારા એકત્રિત કરી ગાંધીજીને સાચા અર્થમાં શ્રધ્ધાંજલી અર્પી છે.
જે પ્લાસ્ટિક એક સમસ્યા છે તે સમસ્યાને જ સમાધાન કરી "વેસ્ટમાંથી બેસ્ટ" વસ્તુઓ તૈયાર કરી તેને આશીર્વાદમાં ફેરવવા માટે પર્યાવરણ બચાવવા માટે પ્રયત્ન કર્યો લેખાશે. આ શાળામાં જુદા જુદા પાંચ ગામોના વિધ્યાર્થી અભ્યાસ માટે આવતા હોવાથી આ કાર્યનો વિશેષ પ્રચાર પ્રસાર થશે..
શાળાના ઈન્ચાર્જ આચાર્યશ્રી સંદીપભાઇ પટેલ દ્વારા બાળકોને માર્ગદર્શન અપાયું. તેમજ તમામ સ્ટાફ મિત્રો તેમજ તમામ વાલીઓના સહયોગથી સમાજને પ્લાસ્ટિક મુકત કરવાની આ સુંદર કામગીરીની ખુબ સરસ રીતે શાળામાં શરૂઆત કરી પ્લાસ્ટિક હટાવો, દેશ બચાવો. પ્લાસ્ટિક હટાવો, પર્યાવરણ બચાવો.ની નેમ લેવાઇ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.