કોમર્સ કૉલેજ, મોડાસામાં થેલેસેમીયા પરીક્ષણ 362 વિદ્યાર્થીઓ ટેસ્ટ કરાયો - At This Time

કોમર્સ કૉલેજ, મોડાસામાં થેલેસેમીયા પરીક્ષણ 362 વિદ્યાર્થીઓ ટેસ્ટ કરાયો


ધી મ.લા. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત શ્રી એચ એસ શાહ કૉલેજ ઓફ કોમર્સ, મોડાસામાં બી. કોમ સેમ -૧ ના વિદ્યાર્થીઓ માટે આજ રોજ થેલેસેમીયા ટેસ્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ 362 વિદ્યાર્થીઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે વિધ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે કોલેજના કા. આચાર્ય ડૉ.એમ.કે. પટેલ તથા કોલેજના પ્રભારી મંત્રીશ્રી સુભાષભાઇ શાહ ખાસ હાજર રહ્યા હતા. એન. એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડૉ. ઇલાબેન સગર તથા પ્રા. અમિતભાઈ વસાવા એ આ ટેસ્ટનું આયોજન રેડ ક્રોસ ની ટીમના સહયોગથી કર્યુ હતું.


9879861009
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.