અમરેલીના યુવાને સાવરકુંડલાના મનોરોગી આશ્રમની બહેનોને જંગલની સફર કરાવી મનાવ્યો જન્મદિવસ - At This Time

અમરેલીના યુવાને સાવરકુંડલાના મનોરોગી આશ્રમની બહેનોને જંગલની સફર કરાવી મનાવ્યો જન્મદિવસ


અમરેલીના યુવાને સાવરકુંડલાના મનોરોગી આશ્રમની બહેનોને જંગલની સફર કરાવી મનાવ્યો જન્મદિવસ

અમરેલીના સેવાભાવી યુવાન અને કાવેરી ગોળના માલિક નાસીરભાઈ ટાંક સાવરકુંડલા મનોરોગ્ય આશ્રમ માનવ મંદિરના ભક્તિ બાપુની સેવામાં હંમેશા સહયોગી રહ્યા છે ત્યારે છેલ્લા ઘણા વર્ષથી તે પોતાનો જન્મદિવસ માનવ મંદિરે મનાવે છે સાવરકુંડલા માનવ મંદિરે નાસીરભાઈ અને મિત્ર મંડળે આવી બપોરનું ભોજન કરાવ્યું મનોરોગી બહેનોના અને ભક્તિબાપુ ના આશીર્વાદ લીધા અને ત્યારબાદ આ મનોરોગી બહેનોને સ્પેશિયલ બસ દ્વારા જંગલની સફર કરાવી પોતાનો જન્મદિવસ ઉજવો છે ધારી નજીક આવેલ આંબરડી સફારી પાર્કમાં આ બહેનોને વન્ય પ્રાણીઓના દર્શન કરાવી બહેનોના જીવનમાં આનંદ ઉલ્લાસ લાવવાનો પ્રયાસ કર્યો છે આંબરડી સફારી પાર્કમાં મનોવૃદ્ધિ આશ્રમની બહેનોએ સિંહ દર્શન અને વન્ય પ્રાણીઓના દર્શન કર્યા તેમજ કુદરતી અદભુત નજારો અને વાતાવરણ જોઈ દરેક બહેનોના ચેહરા ઉપર ઉત્સાહ અને ઉમંગ લાવવાનો પ્રયાસ કર્યો ત્યારે માનવ મંદિરમાં વિવિધ પ્રયોગો દ્વારા મનોરોગી બહેનોને પુનઃ જીવન પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરી રહેલ આશ્રમના ભક્તિ બાપુને અત્યાર સુધીમાં ૧૧૫ બહેનો સાજી થઈ સમાજમાં પુનઃસ્થાપિત થઈ છે એવી જબ્બર સફળતા પાછળ નાસીરભાઈ ટાંક સહિતના અનેક સેવાભાવીઓના સહકારથી આ સિદ્ધિ પ્રાપ્ત થઈ રહી છે ત્યારે અનેક લોકો વિવિધ પ્રકારે પોતાનો જન્મદિવસ ઉજવતા હોય છે પરંતુ મનોરોગી બહેનોને જંગલની સફર કરાવી અલગ રીતે જ જન્મદિવસ ઉજવનાર અને કાયમી માનવ મંદિર આશ્રમ ને મદદ કરનાર નાસીરભાઈ ટાંકનો ભક્તિ બાપુએ આભાર માની જન્મદિવસની શુભકામનાઓ આપી હતી

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.