ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ની RMC ના અધિકારી સાથે બેઠક
ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ની RMC ના અધિકારી સાથે બેઠક
રાજકોટમાં મવડી થી નવા રીંગ રોડ સુધી વોકળામા ગટરનું પાણી બંધ કરીને વરસાદના પાણી માટે ચેકડેમ બાંધવા ગીરગંગા પરિવાર ટ્રસ્ટની RMCના અધિકારીઓ સાથે બેઠક સૌરાષ્ટ્રમાં અલગ-અલગ જીલ્લામાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ૧૨૫ થી વધુ ચેકડેમ રિપેરિંગ, ઊંડા અને ઊંચા કરવા તેમજ નવા બનાવેલ છે. જેનાથી વરસાદી પાણી વિશાળ જથ્થામાં રોકયેલ છે. તેમજ એક સરોવર પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માતૃશ્રીની સ્મૃતિમાં "હીરાબા સ્મૃતિ સરોવર" પણ બનાવેલ છે અને ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા સૌરાષ્ટ્રમાં ૧૧,૧૧૧ ચેકડેમો તૈયાર કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે.રાજકોટ શહેર ૬૫ કિલોમીટરના ઘેરાવામાં પથરાયેલ છે. અને રાજકોટ શહેરની વસ્તી ૨૦ લાખ કરતા પણ વધુ છે અને હજી ખુબ વિકાસ પામી રહ્યું છે જયારે પીવાના પાણીનો સ્ત્રોત હાલમા ન્યારી અને આજી ડેમમાં નર્મદા ના પાણીની ખુબ જરૂરિયાત પડે છે જે ખુબ ખર્ચાળ હોય છે તો આવા સમયે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા R.M.C. કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સાથે મવડી રામઘણ થી પોલીસ હેડ ક્વાર્ટર મોટા મોવા મુંજકા સુધી નવા રીંગરોડ સુધી વોકળામા ગટરના ગંદા પાણીનો યોગ્ય નિકાલ કરી ને ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા સંપૂર્ણ લોકભાગીદારીથી વોકળામાં શુધ્ધ વરસાદી પાણીને ચેક ડેમો બાંધીને ખુબજ જમીનમાં પાણી ઉતરસે તેથી જમીનમાં પાણીના તળ ઊંચા આવશે તેથી રાજકોટના બ્યુટીફિકેશન એટલે કે સ્માર્ટ સિટીમાં વધારો થાય એ માટે બેઠક કરવામાં આવેલ છે.આ બેઠકમા કોર્પોરેટ કમિશનર સાહેબ આનંદભાઈ પટેલ અને કોર્પોરેટ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જેમીનભાઈ ઠાકર દ્વારા આ કાર્યને ટુક સમયમાં સાઈટ વિઝીટ કરવામાં આવશે અને ઝડપથી નિર્ણય લેવામાં આવશે એવી વાત કરેલ છેઆ બેઠકમા ગીરગંગા પરિવારના પ્રમુખશ્રી દિલીપભાઈ સખીયા, દિનેશભાઈ પટેલ, વિરાભાઈ હુંબલ, દિલીપભાઈ લાડાણી, વિનેશભાઈ પટેલ, રમેશભાઈ ઠક્કર, જમનભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.