રેલ્વે કર્મચારીઓની મદદથી ફોન પરત મળ્યો - At This Time

રેલ્વે કર્મચારીઓની મદદથી ફોન પરત મળ્યો


રેલ્વે કર્મચારીઓની મદદથી ફોન પરત મળ્યો

બાંદ્રા ટ્રેનમાં મુસાફરનો ભુલથી રહી ગયેલો મોબાઈલ ફોન રેલ્વે કર્મચારીઓની મદદથી પરત મળ્યો

ભાવનગર ડિવિઝનનો સમર્પિત કર્મચારિયો યાત્રિયોને સુખદ અને સલામત મુસાફરીનો અનુભવ આપવા માટે હંમેશા આગળ રહે છે. આ ક્રમમાં, 27 ઓગસ્ટ, 2022 (શનિવાર) ના રોજ, બાંદ્રા-ભાવનગર ટ્રેન (12971) ના મુસાફર શ્રી અશ્વિન પરમાર બાંદ્રાથી ધોલા જંકશન તરફ આવી રહ્યા હતા. ધોલા સ્ટેશન પર ઉતરીને ટ્રેન છોડ્યા બાદ તેને ખબર પડી કે તેનો VIVO ફોન ટ્રેનમાં ચાર્જમાં લાગેલ સ્થિતિમાં રહી ગયો. ત્યારબાદ તે તરત જ ધોલાના સ્ટેશન માસ્ટર પાસે ગયો અને ટ્રેનમાં ભૂલથી રહી ગયેલો મોબાઈલ વિશે જણાવ્યું. સ્ટેશન માસ્તરે તરત જ સોનગઢના સ્ટેશન સુપરિન્ટેન્ડેન્ટ શ્રી આર. એન. સોલંકીનો સંપર્ક કરી મદદ કરવા વિનંતી કરી હતી. ટ્રેન સ્ટેશન પર પહોંચી ત્યારે સોનગઢના સ્ટેશન સુપ્રિટેન્ડેન્ટે પોઈન્ટ્સ મેનને પેસેન્જરના કોચમાંથી મોબાઈલ લેવા માટે મોકલ્યો. પોઈન્ટ મેનને ફોન ચાર્જમાં મુકેલ સ્થિતિમાં મળ્યો. મોબાઈલ મળી આવતા મુસાફરને જાણ કરવામાં આવી હતી. જે બાદ મુસાફરના મામા શ્રી ગોપાલ ભાઈ મોબાઈલ લેવા સ્ટેશન પર પહોંચ્યા. ઔપચારિક પૂછપરછ બાદ સોનગઢના સ્ટેશન સુપ્રિટેન્ડેન્ટ દ્વારા મોબાઈલ તેમને સોંપવામાં આવ્યો હતો.

Report, Nikunj Chauhan Botad 7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.