INDIA ગઠબંધનના નેતાઓ આજે ચૂંટણી પંચને મળશે:મતગણતરી અંગે ત્રણ માંગણીઓ રજુ કરવામાં આવશે - At This Time

INDIA ગઠબંધનના નેતાઓ આજે ચૂંટણી પંચને મળશે:મતગણતરી અંગે ત્રણ માંગણીઓ રજુ કરવામાં આવશે


લોકસભા ચૂંટણીના એક્ઝિટ પોલ સામે આવ્યા બાદ વિપક્ષના INDIA ગઠબંધનમાં પણ હલચલ વધી ગઈ છે. INDIA ગઠબંધનનું એક પ્રતિનિધિમંડળ આજે સાંજે 4:30 કલાકે ચૂંટણી પંચને મળશે અને તેમની ત્રણ મુખ્ય માંગણીઓ રજૂ કરશે. માંગ અનુસાર, સુપ્રીમ કોર્ટના નિર્દેશો અનુસાર VVPATમાં સ્લિપ મેચ થવી જોઈએ. પોસ્ટલ બેલેટની ગણતરી પહેલા થવી જોઈએ, દરેક રાઉન્ડ પછી ઉમેદવારોને ડેટા જાહેર કરવો જોઈએ અને દરેકના સંતોષ પછી જ આગામી રાઉન્ડની ગણતરી શરૂ થવી જોઈએ. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક્ઝિટ પોલ પર પોતાની પહેલી પ્રતિક્રિયા આપી છે. તેમણે તેને પીએમ મોદીના પોલ તરીકે જણાવતા નકારી કાઢ્યા હતા. રાહુલે જણાવ્યું હતું કે ઈન્ડિયા ગઠબંધનને 295 બેઠકો મળશે. કોંગ્રેસે એક્ઝિટ પોલને ફગાવી દીધા
કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે પોતાની પાર્ટીના પ્રદેશ અધ્યક્ષો અને વિપક્ષના નેતા સાથે વાત કરતા કહ્યું - 'આ એક્ઝિટ પોલ માત્ર માનસિક દબાણ બનાવવાની એક રીત છે. અમને 295થી ઓછી બેઠકો મળી રહી નથી. એક્ઝિટ પોલ અને 4 જૂનના પરિણામો વચ્ચે ઘણો તફાવત જોવા મળશે. આ એક્ઝિટ પોલ ખોટા છે કારણ કે પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મનોવૈજ્ઞાનિક રમત રમી રહ્યા છે. તેઓ વિપક્ષની પાર્ટીઓ, ચૂંટણી પંચ, કાઉન્ટિંગ એજન્ટ્સ, રિટર્નિંગ ઓફિસર્સ પર દબાણ ઊભું કરવાનો અને એવું વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યા છે કે તેઓ પાછા આવી રહ્યા છે, પરંતુ વાસ્તવિકતા સાવ જુદી છે. જ્યારે કોંગ્રેસના મહામંત્રી કે.સી. વેણુગોપાલે કહ્યું, “અમે અમારા પીસીસી પ્રમુખો, મુખ્યમંત્રીઓ, પ્રભારીઓ અને ઉમેદવારો સાથે ચર્ચા કરી છે, તેઓને બધા ખૂબ જ આત્મવિશ્વાસ ધરાવે છે. આ એક્ઝિટ પોલ સરકાર માટે નકલી પોલ છે. INDIA ગઠબંધનને 295 બેઠકો મળશે અને તે નિશ્ચિતપણે સરકાર બનાવશે. અન્ય સમાચાર પણ વાંચો... કોંગ્રેસની કભી હા કભી ના:એક્ઝિટ પોલની ડિબેટમાં યુ-ટર્ન, હવે કહ્યું ભાગ લઈશું, ખડગેનો દાવો- I.N.D.I.A. 295 બેઠક જીતશે​​​​​​​ લોકસભા ચૂંટણીના એક્ઝિટ પોલના એક કલાક પહેલાં કોંગ્રેસે દાવો કર્યો હતો કે I.N.D.I.A.ને ઓછામાં ઓછી 295 બેઠક મળશે. ગઠબંધનની બેઠક બાદ આ જાહેરાત કરવામાં આવી હતી. કોંગ્રેસ-અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે આ બેઠક અઢી કલાકથી વધુ ચાલી. અમે નક્કી કર્યું છે કે અમે એક્ઝિટ પોલની ડિબેટમાં ભાગ લઇશું. તેમણે કહ્યું હતું કે અમે ચૂંટણી દરમિયાન નબળાઈઓ અને શક્તિઓની ચર્ચા કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે I.N.D.I.A. ગઠબંધનને 295 અને એનાથી વધુ બેઠકો મળશે. અમે અનુમાન લગાવ્યું છે કે એ આનાથી ઓછી નહીં આવે. અમારા તમામ નેતાઓને પૂછ્યા બાદ આ આંકડો મળ્યો છે અને આ આંકડામાં કોઈ ફેરફાર નહિ હોય.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.