કચ્છથી રાજકોટ ખાતે આશ્રય લઈ રહેલ ગૌમાતાઓને લીલોસૂંકો ઘાસચારો નીરણ દ્વારા પશુપાલક અને ખેડૂત મિત્રોને પણ સાથ સહકાર આપીએ. દાન મોક્લવા દાતાશ્રીઓને શ્રીજી ગૌશાળાની અપીલ
કચ્છથી રાજકોટ ખાતે આશ્રય લઈ રહેલ ગૌમાતાઓને લીલોસૂંકો ઘાસચારો નીરણ દ્વારા પશુપાલક અને ખેડૂત મિત્રોને પણ સાથ સહકાર આપીએ.
દાન મોક્લવા દાતાશ્રીઓને શ્રીજી ગૌશાળાની અપીલ
પશુપાલક અને કિશાન મિત્રો જ ગાયમાતાના સાચા પાલક છે. ગૌશાળા અને પાંજરાપોળ તો વૃધ્ધાશ્રમ ગણી શકાય તો ચાલો આપણે પશુપાલકો અને કિશાન મિત્રોને ઘરે ગાય રહે અને ગામડું રણીયામણું થાય તે માટે પ્રયત્ન કરીએ.
રાજકોટમાં છેલ્લા ૨૫ વર્ષથી ચલાવવામાં આવતી શ્રીજી ગૌશાળા કે જયાં ૧૮૦૦ થી વધુ ગૌમાતાઓનો નિભાવથઈ રહયો છે.
કચ્છ જિલ્લાના રાપર તાલુકાના પશુ પાલકોની ગાયોને પશુ પાલકો સાત થી આઠ માસ વનવગડામાં ચરાવવા લઈ જાય છે પરંતુ આ ઉનાળાના ધોમધખતા તાપમાં ૪–૫ મહિના સુધી ગાયોને ચરવા માટે કાંઈ મળતુ નથી તે માટે તેઓ રાજકોટ તથા ચરોતર તરફ, વલસાડ, વાપી, ધરમપુર અને અંબાજી સુધી ગાયો લઈને ચરાવતા આપણે જોઈ શકીએ છીએ. દાતા પરીવારો દ્વારા લીલુ સુકુ ઘાસચારાની વ્યવસ્થા ગોઠવી દેવામાં આવે છે અને તે માટે કચ્છના પશુપાલકો પોતાના માલઢોરને લઈને રાજકોટમાં આવેલ ન્યારા ગામ ખાતે અને રતનગામ ખાતે આશરો લેતા હોય છે તેમને સૌ દાતાઓના સહયોગથી ઘાસ પહોંચાડવામાં આવે છે તેવી જ રીતે રાપર તાલુકાના ખાંડેર, આડેસર, પલાસવા, લોદરાણી, નાગપુર અને ટગા ગામની ૨૦૦૦ થી વધુ ગાયોને ઘાસચારો હજુ ૩ થી ૪ માસ પહોંચાડવાની વ્યવસ્થા કરવામા આવે છે. અબોલ જીવોને સાચવવાનું એકમાત્ર કારણ એ છે કે આપના દાન દ્વારા ખેડૂતો પાસેથી લીલો સુકો ચારો ખરીદવામાં આવે છે જેના હિસાબે ખેડૂત મિત્રોને આવક વધે છે અને ગાયાને જીવતદાન અને પશુપાલકોને પણ મદદ મળે છે જેના હિસાબે ગાયો અમૃત જેવું દુધ, ગોબરથી નવી જમીનનું સર્જન થાય છે અને ગૌમૂત્ર દ્વારા પેસ્ટીસાઈડનો કુદરતી વિકલ્પ છે જેના દ્વારા મનુષ્યમાં બીમારીઓનું પ્રમાણ ઘટે છે, વિકારો જન્મતા નથી જેના હિસાબે દયા, કરૂણાનો ભાવ પ્રગટ થાય છે. ગાયોને લીલો—સુકો ઘાસચારો નીરણ મોકલવા દાતાશ્રીઓને શ્રીજી ગૌશાળાનાં ડો. પ્રભુદાસભાઈ તન્ના, રમેશભાઈ ઠકકર દ્વારા અપીલ કરવામાં આવી છે.
આ અંગેની વિશેષ માહિતી માટે ડો. પ્રભુદાસભાઈ તન્ના (મો. ૯૮૨૫૪ ૧૮૯૦૦), રમેશભાઈ ઠકકર (મો.નં. ૯૯૦૯૯ ૭૧૧૧૬) પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.