માળીયા હાટીના હિત રક્ષક સમિતિ દ્વારા બેઠક યોજાણી ત્યાર બાદ આપ્યું આવેદન પત્ર
તા 7/8/2023 સુધી માં હાલની જગ્યાએ જ નવી મામલતદાર ઓફીસ બનાવવામાં નહિ આવે તો હિત રક્ષક સમિતિ પ્રમુખ હમીરસિંહ સીસોદીયા અને મહેન્દ્રભાઈ ગાંધી દ્વારા આમરણાંત ઉપવાસ પર ઊતરી ઉગ્ર આંદોલન કરાશે
માળીયા હાટીના માં લાંબા સમય થી મામલતદાર ઓફીસ હાલની જગ્યાએ બને તે માટે માળીયા હાટીના હિત રક્ષક સમિતિ દ્વારા બેઠક યોજાણી જેમાં માળીયા હાટીના હિત રક્ષક સમિતિના પ્રમુખ હમીરસિંહ સીસોદીયા ની નિમણુંક કરવામાં આવી હતી
માળીયા હાટીના હિત રક્ષક સમિતિના પ્રમુખ હમીરસિંહ સીસોદીયા તેમજ મહેન્દ્રભાઈ ગાંધી એ જણાવેલ હાલની જૂની જગ્યાએ નવી મામલતદાર ઓફીસ બનાવવામાં નહિ આવે તો આમરણાંત ઉપવાસ આંદોલન કરવાનું જણાવ્યું હતું તેમજ આ સાથે પ્રતીક ઉપવાસ, ગામ બંધ, અન્ન જળ ત્યાગ, રસ્તા રોકો આંદોલન સહિત ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરશે તેવું જણાવેલ આ ગાંધી ચીંધ્યા માર્ગ આંદોલન માં માળીયા હાટીના સરપંચ જીતુભાઇ સીસોદીયા, અમીનભાઈ પઠાણ, સોનલબેન ગૌસ્વામી, હકુભાઈ જોશી સહિત વેપારીઓ અને ગ્રામજનોએ બેઠકમાં સમર્થન આપી આવેદન પત્ર પાઠવવા નિર્ણય લેવાયો હતો
માળીયા હાટીના હિત રક્ષક સમિતિ દ્વારા છાશ વારે ગુજરાતના મુખ્ય મંત્રી, મહેસુલ વિભાગ તેમજ આવિસ્તારના સાંસદ અને ધારાસભ્ય, કલેકટર ને લેખિત માં રજુઆત તેમજ આવેદન પત્રો પણ આપેલ છે તેમાં ખાસ ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે કે માળીયા હાટીના મામલતદાર ઓફીસ હાલ જ્યાં છે ત્યાંજ એજ સ્થળ પર નવી મામલતદાર ઓફીસ તાત્કાલિક બનાવવા માં આવે તેવી માંગ સાથે માળીયા હાટીના નાયબ મામલતદાર બાબુભાઇ ભલગારીયા ને લેખિત માં આવેદન (રજુઆત) આપ્યુ ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે મામલતદાર ઓફીસ કોર્ટની સામે આવેલ જગ્યા પર ખસેડી બાધકામ કરવા પ્રયત્નો થઈ રહ્યા છે, જેથી આ વિસ્તારની પ્રજામાં ખુબજ ઉગ્ર રોસ લાગ્યો છે, જેથી ગાંધી ચીધ્યા રાહે અહીસક ઉપવાસ આંદોલન હિત રક્ષક સમિતિ પ્રમુખ હમીરસિંહ સીસોદીયા, સામાજીક કાર્યકર મહેન્દ્રભાઈ ગાંધી , માળીયા હાટીના સરપંચ જીતુભાઇ સીસોદીયા, અમીનભાઈ પઠાણ , નગીનભાઈ નિમાવત સહિત ગ્રામજનો, દ્વારા રજુઆત કરવામાં આવી છે.
બે બે તત્કાલીન મુખ્યમંત્રી ઓ એ તેમજ મંત્રીઓ એ હાલની જગ્યાએ નવી મામલતદાર કચેરી બનાવવા ની ખાત્રી આપી છતાં જે તે વિભાગને હાલ જગ્યા પર મામલતદાર કચેરી બનવવાની સૂચના આપી હોય તો પણ નવી જગ્યાએ શા માટે ખસેડવાની પ્રક્રિયા હાથ ઘરેલ છે તે પણ એક ચર્ચાનો વિષય છે
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.