લાઠી તાલુકા ની શાળા આરોગ્ય વિભાગ ની ટીમ નું સન્માન કરાયું. - At This Time

લાઠી તાલુકા ની શાળા આરોગ્ય વિભાગ ની ટીમ નું સન્માન કરાયું.


લાઠી તાલુકા ની શાળા આરોગ્ય વિભાગ ની ટીમ નું સન્માન કરાયું.

લાઠી વિશ્વ વસ્તી દિવસ અન્વયે અમરેલી જિલ્લા ના આરોગ્ય વિભાગ દ્વારા આયોજિત સેવા, સન્માન અને ગૌરવ કાર્યક્રમ અંતર્ગત લાઠી તાલુકા ની શાળા આરોગ્ય અને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય વિભાગ ની અલગ અલગ બે ટીમો ને જિલ્લા માં સૌથી વધુ ગંભીર જીવલેણ બીમારીઓ, કેન્સર, કિડની ફેલ્યોર અને જન્મજાત ખોડ ખાંપણ વાળા બાળકો ને વિનામૂલ્યે સફળતા પૂર્વક સારવાર અને ઓપરેશન કરાવવા માટે તેમજ સૌથી વધુ કુપોષિત બાળકો ને બાળ આરોગ્ય કેન્દ્ર લાઠી ખાતે દાખલ કરી કુપોષણ મુક્ત કરવા બદલ બેસ્ટ પરફોર્મન્સ એવોર્ડ એનાયત કરવા માં આવેલ હતો. લાઠી ના નોડલ ડો. હરિવદન પરમાર, ડો. હસમુખ સોલંકી, ડો. મિત્તલ શેલીયા, ડો. પારુલ દંગી, તૃપ્તિ બોરીચા, વિલાસ સાગઠીયા, રિતુ મકવાણા ને જીલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા, જિલ્લા આરોગ્ય અધિકારી ડો. રશ્મિકાંત જોષી, ડૉ. અલ્પેશ સાલ્વી, ડો. જાટ, ડો. સીંગ, ડો. આર આર મકવાણા અને આરોગ્ય વિભાગ ના અધિકારીઓ ની ઉપસ્થિતી માં એવોર્ડ એનાયત કરી પ્રોત્સાહિત કર્યા હતા.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.