બોટાદ ટાઉન પોલીસ સ્ટેશના ખંડણીના ગુન્હાના ત્રણ આરોપીઓને ઝડપી પાડતી બોટાદ એસ.ઓ.જી ટીમ
(ચેતન ચૌહાણ દ્વારા બોટાદ)
બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક કિશોર બળોલીયા દ્વારા નાઇટ રાઉન્ટ પેટ્રોલીંગ દરમ્યાન અસરકારક કામગીરી કરવા અને તાજેતરમાં નોંધાયેલ ગુન્હાઓના આરોપીઓને સત્વરે પકડી પાડવા સુચના આપેલ હોય જે. સુચનાની અમલવારી કરવા એસ.ઓ.જી.શાખાના VC હેલીસ ઇન્સપેકટર, એમ.જી.જાડેજાનાઓ એ એસ.ઓ.જી.શાખાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.એમ.રાવલ તથા સ્ટાફના માણસો તથા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના માણસોને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડી બોટાદ જિલ્લા વિસ્તારમાં નોંધાયેલ ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓને પકડવા માટે સુચના મુજબ કામગીરી કરવા જણાવેલ જે અન્વયે આજ રોજ બોટાદ એસ.ઓ.જી.શાખામાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેકટર એ.એમ.રાવલ તથા એસ.ઓ.જી.સ્ટાફના હેડ.કોન્સ. ગોવિંદભાઈ કાળુભાઈ તથા હેડ.કોન્સ. શિવરાજભાઇ નકુભાઇ ભોજક તથા સાયબર ક્રાઇમ પો.સ્ટેના પો.કોન્સ જયદિપસિંહ કલ્યાણસંગ પરમાર તથા પો.કોન્સ. અજયભાઇ ઇશ્વરભાઈ જાદવ નાઓ નાઇટ રાઉન્ટ દરમ્યાન પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન બોટાદ મિલીટ્રી રોડ પર RTO ઓફિસથી આગળ નાળા પાસે રોડ પર બે મો.સા સાથે ત્રણ ઇસમો શંકાસ્પદ હાલતમાં મળી આવતા એસ.ઓ.જી કચેરી ખાતે લાવી તેમની પુછપરછ કરતા આરોપીઓએ ફરીયાદી પાર્થીવભાઇ ખોડીદાસભાઇ પાટડીયા રહે-પાટણા તા.વલ્લભીપુર જી.ભાવનગર વાળાને ગાળો આપી તેમજ ધમકી આપી બળજબરીથી મોબાઇલ કઢાવી લઇ અને ધાક-ધમકી આપી ફોનના તમામ એપ્લીકેશનોના પાસવર્ડ મેળવી રૂ.૧,૩૪,૫૦૦/- અન્ય ખાતામાં ટ્રાન્સફર કરાવેલ હોવાની ફરીયાદ તેઓના વિરૂધ્ધમાં બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે કરેલાનું જણાવતા હોય જે આરોપીઓ (૧) સીજાનભાઇ ઉર્ફે બાબા S/0 આસીફભાઇ અલારખભાઇ શેખ ઉ.વ.આ.૨૧ રહે, સાળંગપુર રોડ, આઇશા મસ્જિદ પાસે સહારા સોસાયટી,બોટાદ (૨) માહીરભાઇ S/O ઇકબાલભાઇ ઇબ્રાહીમભાઇ રાઠોડ ઉ.વ.આ.૨૧ રહે.ઢાંકણીયા (3) ઇરશાદભાઇ S/O ઇકબાલભાઇ હબીબભાઈ ગાંજા ઉ.વ.આ.૨૪ રહે.બોટાદ, મુસ્લિમ સોસાયટી.પાટા પાસે તા.જી.બોટાદવાળા હોવાનું જણાવેલ જેમના વિરૂધ્ધમાં બોટાદ ટાઉન પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૦૦૦૨૨૪૦૯૬૦/૨૦૨૪ ભારતીય ન્યાય સંહીતાની કલમ- ૩૦૮(૫),૩૫૨,૩૫૧(૧),૫૪ મુજબનો ગુન્હો રજીસ્ટર થયેલ હોવાનું જાણવા મળતા આ ત્રણેય આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરનની કાર્યવાહી કરવામાં આવેલ છે. જેમાં મળેલ મુદ્દામાલ :-(૧) મોબાઇલ નંગ-૩ કિંમત રૂ.-૧૬૦૦૦/-(૨)મો.સા નંગ-ર કિંમત રૂ.૧,૦૦,૦૦૦/-
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.