જસદણ નગરપાલિકાના કેટલાંક ઉમેદવારને કાલે બેઠાં બેઠાં રાજ મળી જાય એવી શકયતા - At This Time

જસદણ નગરપાલિકાના કેટલાંક ઉમેદવારને કાલે બેઠાં બેઠાં રાજ મળી જાય એવી શકયતા


(હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ)
જસદણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી આગામી તા.૧૬ ફ્રેબ્રૂઆરીના રોજ યોજાય રહી છે આ માટે સાત વૉર્ડની ૨૮ બેઠકો પર હાલ ૭૮ લોકોએ ઉમેદવારી નોંધાવી છે. આજે ફોર્મની ચકાસણી છે આવતી કાલે મંગળવારે ફોર્મ પરત ખેંચવાનો દિવસ છે ત્યારે કેટલાંક સભ્યો બિનહરીફ બની મત લીધાં વગર ઉમેદવાર બની જાય એવી શક્યતા હોવાનું રાજકિય પંડિતોમાંથી જાણવા મળે છે. કહેવાય છે કે સીધી લીટીના લોકો રાજકારણમાં ન ચાલે એ ઉકિત મુજબ કેટલાંક લોકોએ આગોતરું આયોજન પણ કર્યુ હોવાનું ચર્ચાય રહ્યું છે. રાજકારણમાં હોવું અને રાજકીય ચતુરાઈ વાપરવી એ બન્ને અલગ બાબત છે. ત્યારે કાલે જસદણ નગરપાલિકાના કેટલાંક ઉમેદવાર બિનહરીફ બને એવી જોરશોરથી ચર્ચાઓ થઈ રહી છે ત્યારે જસદણ નગરપાલિકાના ઇતિહાસમાં જે લોકો પોતાના પરસેવાની કમાણીમાંથી સરકારને વિવિઘ ટેક્સ ચુકવે છે તેનો ભયંકર દુર ઉપયોગ થયો છે. હાથમાં તેનું મોઢામાં તે ઉકિત મુજબ એકેય કામોમાં ભલીવાર થઈ નથી. એટલે કરોડો રૂપિયા વેડફાયા છે કેમ વેડફાયા તે આજ સુધી કોઈ શોધી શક્યું નથી તે પ્રજાની કમનશીબી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image