શહેરા તાલુકાના મરડેશ્વર મહાદેવ મંદિર ખાતે ક્ષત્રિય ક્રાતિ મહાસંમેલનને તંત્રની મંજુરી ન મળી, પોલીસ દ્વારા ક્ષત્રિય અગ્રણીઓને ડીટેઈન કરાયા
પંચમહાલ,
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના મરડેશ્વર ખાતે ક્ષત્રિય ક્રાતિ મહાસંમેલન યોજાવાનુ હતુ. જેમા કરણીસેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવત હાજરી આપવાના હતા. શહેરાના પાલીખંડા ગામે આવેલા મરડેશ્વર મહાદેવથી વાઘજીપુર ચોકડી સુધી રેલીનુ પણ આયોજન કરવામા આવ્યુ હતુ. કાર્યક્મ માટે તંત્ર દ્વારા મંજુરી નહી મળતા કાર્યક્મ થઈ શકયો નહતો તેમજ કોઈ કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામા આવ્યો હતો. ક્ષત્રિય અગ્રણી અને તાલુકા પંચાયતના વિપક્ષના નેતા જે.બી,સોલંકીને પોલીસ દ્વારા ડીટેઈન કરવામા આવ્યા હતા. રાજ શેખાવતને પણ ગોધરા ખાતે પોલીસ દ્વારા ડીટેઈન કરવામા આવ્યા હતા.
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના પાલીખંડા ગામે ક્ષત્રિય સમાજ દ્રારા ક્ષત્રિય મહાક્રાન્તિ સંમેલન યોજાવાનુ હતુ. જેમા કરણીસેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવત હાજર રહેવાના હતા. સાથે રેલીનુ પણ આયોજન કરવામા આવ્યુ હતુ.પણ તંત્ર દ્વારા રેલીની મંજુરી મળી ન હતી. મરડેશ્વર મહાદેવ મંદિર ખાતે પણ મોટી સંખ્યામા પોલીસના જવાનોનો બંદોબસ્ત ખડકી દેવામા આવ્યો હતો.રેલીમાં આવનારા કેટલાક અગ્રણી કાર્યકરોની પણ પોલીસ દ્વારા અટકાયત કરવામા આવી તાલુકા પંચાયતના વિપક્ષના નેતા જે.બી.સોલંકીને પણ ડીટેઈન કરવામા આવ્યા હતા.
રિપોર્ટર, વિનોદ પગી પંચમહાલ
8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.