મહીસાગર જીલ્લાના ખાનપુર તાલુકામાં આદિજાતિ દાખલા ન મળતાં વાલીઓએ બાળકોને શાળાએ જ ન મોકલ્યા : 128 શાળામાં 4786 બાળકો ગેરહાજર જોવા મળે છે. - At This Time

મહીસાગર જીલ્લાના ખાનપુર તાલુકામાં આદિજાતિ દાખલા ન મળતાં વાલીઓએ બાળકોને શાળાએ જ ન મોકલ્યા : 128 શાળામાં 4786 બાળકો ગેરહાજર જોવા મળે છે.


ખાનપુર તાલુકામાં આદિવાસી સમાજે શિક્ષણનો બહિષ્કાર કરીને જાતિના પ્રમાણપત્ર આંદોલનની શરૂઆત કરતાં આ આંદોલન ધીમે ધીમે વધુ ઉગ્ર બને તેવાં એંધાણ આ વિસ્તારમાં ચચૉતી લોકવાયકા મુજબ જો કડાણા તાલુકામાં આદિવાસી નાં દાખલા મળે છે તો ખાનપુર વિસ્તારમાં માં કેમ નહીં ?‎
ખાનપુર તાલુકામાં આદિવાસી જાતિના દાખલા ન મળતા વાલીઓએ શિક્ષણનો બહિષ્કાર કરીને બાળકોને શાળાએ મોકલવાનું બંધ કરી દીધું છે. તાલુકાની 128 શાળામાં 4,786 બાળકો ગેરહાજર રહેલ જોવા મળે છે.મહીસાગરના ખાનપુર તાલુકાના 893 પરિવારોને જાતિ પ્રમાણપત્ર મળ્ય નથી. જે આદિવાસીઓ કડાણા તાલુકામાં રહે છે તેમને પ્રમાણપત્ર મળે છે. પરંતુ ખાનપુર તાલુકામાં રહેતાં આદિવાસીઓને પ્રમાણપત્ર મળતાં નથી. જેનો ભારે રોષ આ વિસ્તારમાં ઉઠવા પામ્યો છે.અગાઉ 2017/18માં પણ 29 દિવસ સુધી 9,000 જેટલાં બાળકોને શાળાએ ન મોકલી આંદોલન કર્યુ હતુ. પરંતુ રાજકીય આગેવાનો દ્વારા આશ્વાસન અપાતા આંદોલન સમેટાયું હતું.

પરંતુ ત્યાર બાદ આજદિન સુધી જાતિના દાખલા નાં પ્રશ્રને કોઈ ઉકેલ નહીં આવતાં ને જાતિના દાખલા નહીં મલતા જેને લઈને ખાનપુર તાલુકાના આદિવાસીઓએ પુન: આંદોલન શરૂ કરી બાળકોને શાળાએ મોકલવાનું બંધ કર્યુ હતું. જેમા ઉડાવા પ્રાથમિક શાળામાં 90 સામે એક પણ બાળક હાજર ન રહ્યું. લાવાણા પ્રાથમિક શાળામાં 179માંથી માત્ર 19 અન્ય જાતિના જ બાળકો હાજર રહ્યા. તાલુકાની કુલ 128 શાળાના 12,294 બાળકોની રજીસ્ટર સંખ્યા છે. જેમાંથી 4,786 બાળકો ગેરહાજર જોવાં મળે છે..આદિજાતિના દાખલાઓને લઈને બાળકોને શાળાએ ન મોકલવાનો નિર્ણય વાલીઓ દ્વારા કરવામાં આવ્યો છે.

આદિવાસી દાખલા ન મળવાથી બાળકો ને શાળામાં ભણવા મોકલ્યા નથી ." બાળકો શાળામાં આવ્યા ન હતા જેથી અમે ગામમાં જઈને વાલીઓનો સંર્પક કરતા તેઓએ જણાવ્યું કે આદિવાસીના દાખલા ન મળવાના કારણે બાળકો ને શાળામાં મોકલ્યા નથી. જેથી અમે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને જાણ કરી છે. - ઝવરાભાઈ તાવીયાડ, આચાર્ય, ઉડાવા શાળા

દાખલા આપો નહિ તો રાજસ્થાનમાં સમાવેશ કરો અમારે બાજુના 100 મીટરની હદમાં રાજસ્થાન આવેલું છે.જયા અમારા કુટુંબીજનો અને સગા સબંધીઓ રહે છે તો તેમને ત્યાં જાતિના પ્રમાણપત્રો મળે છે. બાજુમાં જ આવેલા કડાણામાં અમારા કુટુંબીજનોને દાખલા જાતિના મળે છે. ક્યાં તો દાખલા આપો નહિ તો રાજસ્થાનમાં સમાવેશ કરો. - કમલેશભાઈ ડામોર, વાલી, ઉડાવા.
આદિવાસી નાં દાખલા નહીં મલતા બાળકો ને શાળામાં અભ્યાસ માટે નહીં મોકલતાં ને ખાનપુર તાલુકામાં શિક્ષણ નો આદિવાસી સમાજ નાં વાલીઓ દ્વારા પાંચમા દિવસે પણ બાળકો ને શાળામાં નહીં મોકલીને શિક્ષણ નો બહિષ્કાર ચાલુ રાખેલ જોવાં મળે છે


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.