કિશોર – કિશોરીઓના પોષણ, એનીમિયા, જાતીય ફેરફાર અંતર્ગત આજે ઈડર તાલુકાના
કિશોર - કિશોરીઓના પોષણ, એનીમિયા, જાતીય ફેરફાર અંતર્ગત આજે ઈડર તાલુકાના આર. એચ. જાની હાઈસ્કૂલ, બડોલી ખાતે જિલ્લા પંચાયત સદસ્ય કુમારી અનસુયાબેન ગામેતી ની અધ્યક્ષતામાં સામાજીક અને વર્તણૂંક પરિવર્તન સંચાર (SBCC) કાર્યક્રમ યોજાયેલ.
આ કાર્યક્રમમાં બડોલી હેલ્થ & વેલનેસ સેન્ટરના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ડો.સીમા મેમણે વિદ્યાર્થીઓને ઘરે બનાવવામાં આવતી વાનગીઓ જેવી કે બાજરી ના રોટલા, રીંગણાં મેથી નું શાક, સરગવા નો સૂપ, તલ -સીંગ ની ચીકી, હળદર વાળું દૂધ, ખીર, કઠોળ અને શાકભાજી નો સલાડ, સલાડ, પૌષ્ટિક ખીચડી, મેથીના થેપલા જેવી ઘરેલુ વાનગીઓ માંથી મળતા પોષક તત્વો નું મહત્વ સમજાવી તેના ચાર્ટ અને વાનગી બનાવી રસોઈ પ્રદર્શન કરવામાં આવેલ.
વિદ્યાર્થીઓએ બેટી બચાવો, સમતોલ આહાર અને એનેમીયા વિશે સ્પીચ આપેલ, એન્ગર મેનેજમેન્ટ વિશે રોલ - પ્લે, સ્વચ્છતા અને વ્યસન મુક્તિ વિષય પર નાટક રજુ કરવામાં આવેલ. તદુપરાંત વિદ્યાર્થીઓ નો- ટોબેકો પર વિષયોચિત ચિત્રો બનાવી વ્યસનમુક્તિ પર તેમના વિચારો વ્યક્ત કરેલ.
અધિક જિલ્લા આરોગ્ય અધિકારિશ્રી ડો.કિશોરસિંહ ચારણે તરુણાવસ્થાને યોગ્ય દિશા મળે તો તેનો સ્વયંભુ વિકાસ થશે તેમ જણાવી તે માટે જરુરી પોષણ, આહાર અંગે જાણકારી આપેલ.વિશેષમાં તેઓએ જણાવેલ કે દિકરિઓને માસિકધર્મ સમયે સમગ્ર જીવનકાળ દરમિયાન વપરાતા લોહીની ગણતરી કરાવી આર્યન ગોળી, લોહતત્વ યુકત આહારના મહત્વ અંગે ઉપસ્થિત સહુને માર્ગદર્શિત કરેલ.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.રાજ સુતરિયાએ ઉપસ્થિત સહુને સ્વસ્થ જીવન, વ્યસન મુક્ત જીવન પર વિવિધ ઉદાહરણ દ્વારા સુંદર માર્ગ દર્શન આપેલ.શાળાના બાળકો દ્વારા કરવામા આવેલ વિવિધ કાર્યક્રમો ને જીવનમાં આચરણ કરી સ્વસ્થ ભારતના નિર્માણ મા પોતાની સક્રિય ભાગીદારી આપવા પ્રોત્સાહિત કરેલ.
કાર્યક્રમ અધ્યક્ષ જિલ્લા પંચાયત સદ્સ્ય કુ. અનસુયાબહેને જીવનમાં શાળાના સમય પત્રક ની જેમ રોજિંદી જિંદગીનાસમયપત્રક ની અગત્યયતા સમજાવેલ. શુદ્ધ – સાત્વિક આહાર,ધર્મ આચરણ જેવા જીવનના નૈતિક મુલ્યો ના અમલથી વિધાર્થી તેના જીવનમાં સફળતા હાંસલ કરી શકે છે.
કાર્યક્રમના અંતે વાનગી હરિફાઇ અને વ્યસન મુકતિ સ્પર્ધાના વિજેતા બાળકોને પ્રોત્સાહક ઇનામ આપવામા આવેલ. આજના કાર્યક્રમમાં સ્ટેટ આઈ.ઈ.સી. ઓફિસર ડો. સુરેંદ્રસિંહ ચૌહાણ,, તાલુકા આરોગ્ય અધિકારી ઈડર ડૉ ધ્રુવ પટેલ, વ્રુદ્ધિ પ્રોજેકટના કેપેસિટિ બિલ્ડિંગ ઓફિસર અનુપ્રિયા સિસોદિયા, શાળાના આચાર્ય સહિત મોટી સંખ્યામાં બાળકો ઉપસ્થિત રહેલ.
રિપોર્ટર
મોહમ્મદ શફી તાંબડીયા
સાબરકાંઠા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.