મતદાનના દિવસે મતદાર મતદાન મથકની અંદર સેલ્યુલર ફોન,કોર્ડલેસ ફોન,વાયરલેસ સેટ વગેરે લઈ જઇ શકાશે નહીં. - At This Time

મતદાનના દિવસે મતદાર મતદાન મથકની અંદર સેલ્યુલર ફોન,કોર્ડલેસ ફોન,વાયરલેસ સેટ વગેરે લઈ જઇ શકાશે નહીં.


બી.એલ.ઓ.શ્રી દ્વારા વહેંચવામાં આવેલી" voter Information Sleep" મતદાન કરવા માટે માન્ય પુરાવો નથી.

ગોધરા

પંચમહાલ જિલ્લામાં લોકશાહીના સૌથી મોટા ’અવસર’ એવા ગુજરાત વિધાનસભા સામાન્ય ચુંટણી-૨૦૨૨ માટે તા.૦૫/૧૨/૨૦૨૨નાં રોજ સવારે ૦૮.૦૦ કલાક થી સાંજે ૦૫.૦૦ કલાક સુધી બીજા તબક્કાનું મતદાન યોજનાર છે.

(૧) મતદાનના દિવસે મતદાર મતદાન મથકની અંદર સેલ્યુલર ફોન,કોર્ડલેસ ફોન,વાયરલેસ સેટ વગેરે લઈ જઇ શકાશે નહીં. વધુમાં મતદાન કરવા માટે મતદારે ઓળખ માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા નક્કી કરવામાં આવેલ માન્ય પુરાવા પૈકી કોઇ એક પુરાવો રજૂ કરી મતદાન કરી શકશે.
(૨) દરેક મતદારે વિશેષ નોંધ લેવી કે બી.એલ.ઓ.શ્રી દ્વારા વહેંચવામાં આવેલી" voter Information Sleep" મતદાન કરવા માટે માન્ય પુરાવો નથી.
(૩) મતદાન કરવા માટે તમારું નામ જે તે મતદાર વિભાગના મતદાન મથકની મતદાર યાદીમાં હોવું જરૂરી છે.

તો, આવો આપણે સૌ આ લોકશાહીના આ ’’અવસર’’ માં તા.૦૫/૧૨/૨૦૨૨ (સોમવાર)ના રોજ મતદાનના દિવસે પોતાનો અમૂલ્ય ફાળો આપી, મતદાન અવશ્ય કરીએ અને લોક્શાહીના આ ’’અવસર’’ ને સૌ સાથે મળી વધુ સફળ બનાવીએ, તેમ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ગોધરાએ એક અખબારી યાદીમા જણાવેલ છે.

’’ મારો મત એ મારું ભવિષ્ય-એક મતની તાકાત’’
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પંચમહાલ

રિપોર્ટ ,વિનોદ પગી પંચમહાલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.