રાજકોટમાં ‘તેં અમને વારસ નથી આપ્યો’, ‘તું અમારો દીકરો ખાઈ ગઈ’ કહી વિધવાને ત્રાસ આપ્યો - At This Time

રાજકોટમાં ‘તેં અમને વારસ નથી આપ્યો’, ‘તું અમારો દીકરો ખાઈ ગઈ’ કહી વિધવાને ત્રાસ આપ્યો


રાજકોટની બે મહિલાએ સાસરિયાં સામે નોંધાવી પોલીસ ફરિયાદ

રાજકોટમાં સામાજિક અધ:પતન નોતરતી બે ઘટનામાં ‘તે અમને વારસ નથી આપ્યો’ કહી પરિણીતાને અને ‘તું અમારો દીકરો ખાઈ ગઈ’ કહી વિધવાને સાસરિયાંએ ત્રાસ આપતા બે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.પ્રથમ ઘટનામાં જિલ્લા ગાર્ડન ચોક પાસે સોરઠિયા પ્લોટ-3માં છેલ્લા પાંચ વર્ષથી માવતરે રહેતી અનિતા નામની પરિણીતાએ અમદાવાદના જૂના વાડજમાં રહેતા પતિ અર્જુન, સાસુ લક્ષ્મીબેન, સસરા વિનોદભાઇ મંગાભાઇ પાતર, જેઠ અનિલભાઇ, જેઠાણી, રેખાબેન, દિયર વિપુલભાઇ, દેરાણી રીનાબેન સામે મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ મુજબ, અર્જુન સાથે 2010માં લગ્ન થયા છે. લગ્નના ચાર વર્ષ સુધી દાંપત્ય જીવન સરખું ચાલ્યું હતું. બાદમાં સસરાને દારૂ પીવાની ટેવ હોય દારૂ પીને અપશબ્દો બોલતા હતા અને પોતાનો કોઇને કોઇ બાબતે ભૂલ કાઢી ઝઘડા કરતા હતા. જેઠ-જેઠાણી અન્ય સ્થળે રહેતા હોવા છતાં તેઓ સવારથી સાંજ સુધી ઘરે જ રહેતા હોય સાસુ અને જેઠાણી કહેતા કે તું વાંઝણી છો, તારે છોકરા નથી થતા તો તું આ ઘરમાંથી જતી રહે અમારે આ ઘરમાં તારું કોઇ કામ નથી, જેઠ પણ આ વાતમાં વચ્ચે આવી પતિને કહેતા કે આ વાંઝણીને શું ઘરમાં રાખી છે, આને કાઢી મૂક, તારા માટે સારી છોકરી શોધી તારા બીજા લગ્ન કરાવી દઇશ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.