બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસે ટ્રાફિક અડચણ વાહનો ને ટોઇંગ કરી ટ્રાફિક નિવારવા કામગીરી હાથ ધરી
(પ્રતિનિધી વનરાજસિંહ ધાધલ )
બોટાદ જિલ્લો બન્યા ને આજે બાર વર્ષ જેટલો સમય વીતી ગયો પણ શહેર સાંકડા રોડ રસ્તા ના કારણે નગરજનો દ્વારા આડેધડ વાહનો પાર્કિંગ કરે જેના કારણે શહેર ના મુખ્ય રોડ જેવા કે ટાવર રોડ, સ્ટેશન રોડ, પાંજરાપોળ રોડ જેવા રોડ ટ્રાફિક માથાના દુખાવા સમાન બની ગયો છે ટ્રાફિક ને નિવારવા માટે જિલ્લા પોલીસ અધિક્ષક કે.એફ. બલોળીયા ના દેખરેખ હેઠળ હાલ શહેર માં એક ટોઇંગ ગાડી ફાળવવામાં આવેલ જિલ્લા ટ્રાફિક PSI કે.એન.પટેલ સિટી ટ્રાફિક PSI ટી.એસ.વાઘેલા,ASI ઉપેન્દ્રસિંહ રાણા, ASI અલ્તાફભાઈ ખોખર, PC મુકેશભાઈ મકવાણા,PC કલ્પેશભાઈ સાકરીયા,રાજુભાઈ એસ કણબી તેમજ TRB ના જવાન વગેરે સ્ટાફ દ્વારા ટાઉન વિસ્તારમાં ટ્રાફિક ને અડચણ રૂપી વાહનનો આડેધડ રોડ પર પાર્કિંગ કરેલા વાહનો ને ટોઇંગ કરી ટ્રાફિક નિવારવા કામગીરી હાથ ધરવામાં આવી હતી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.