સદર બજારમાં ચાઈનીઝ દોરીના 56 માંજા ઝડપાયા - At This Time

સદર બજારમાં ચાઈનીઝ દોરીના 56 માંજા ઝડપાયા


રાજકોટ પ્રદ્યુમનનગર પોલીસ દ્વારા સદર બજારમાં પતંગ-દોરાના સ્ટોલ અને દુકાનમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકીંગ દરમ્યાન સદર બજારમાં ભરતી પતંગ બજારમાં બે સ્થળે ચાઇનીઝ દોરાનું વેચાણ થતુ હોવાની બાતમી મળતા સદર બજારમાં બે અલગ-અલગ જગ્યાએથી 5600 ની કિંમતની ચાઇનીઝ દોરાની 56 ફીરકી સાથે આકાશ અશ્વિનભાઇ લાખાણી તથા આસીફ મહંમદ અસરફભાઇ શેખને પકડી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.