પ્રાચીન વારસાને સાચવી રાખતા ગોપની સમાજના બહુરૂપી સુનીલકુમાર દામનગર શહેરની મુલાકાતે. ભારત દેશના અમૂલ્ય
પ્રાચીન વારસાને સાચવી રાખતા ગોપની સમાજના બહુરૂપી સુનીલકુમાર દામનગર શહેરની મુલાકાતે. ભારત દેશના અમૂલ્ય વારસાઓ,સંસ્કૃતિઓ,પરંપરાઓ મહદ અંશે લુપ્ત થવા જઈ રહી છે..તેને જાળવી રાખવા સરકાર દ્વારા ધનિષ્ઠ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેમાંની એક પરંપરા છે,વિવિધ વેશ ધારણ કરીને લોકોને મનોરંજન પૂરું પાડી,મળતી ભેટ થી પોતાના પરિવારનું ભરણપોષણ કરવું.( તેને કહેવામાં આવે છે " બહુરૂપી" મુળ મહારાષ્ટ્ર ના અને વર્ષોથી ગુજરાતમાં આવીને વસેલા ગોંપની સમાજના પરિવારોની સંખ્યા ખુબજ થોડી હોવા છતાં આ પરંપરાને જાળવી રાખી હાલ રાજકોટ જીલ્લાના જેતલસર જંકશન ના મફતપરા વિસ્તારમાં રહેતા સુનીલકુમાર અમૃતકુમાર ગોપની ( ઉ. વ.- ૩૫ ) છેલ્લા ૨૦ વર્ષથી ડોકટર,હનુમાનજી, દુધવાળી, જેવા અલગ - અલગ વેશ ધારણ કરીને અમરેલી,રાજકોટ,બનાસકાંઠા, સહિત અન્ય જીલ્લાઓના ગામોમાં જઈને લોકોને મનોરંજન પૂરું પાડી,તેના બદલામાં લોકો તરફ થી મળતી ભેટ ( રૂપિયા ) થી પોતાના પરિવારના ૬ સભ્યોનું ભરણપોષણ કરી સંતોષ માને છે. સુનીલકુમાર ગોપની દામનગર શહેરમાં ડોક્ટરના પાત્રમાં આવતા લોકોને મનોરંજન પૂરું પાડ્યું હતું. ( અતુલ શુક્લ.)
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.