ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાઈ ગયો. - At This Time

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાઈ ગયો.


ઓધારી યોગ ક્લાસમાં દરરોજ યોગ આસનો હાસ્યાસન તેમજ હળવી કસરતો ક્લાસમા લેવાય છે લગભગ 45 થી 50 ની સંખ્યા હોય છે ક્લાસમાં નિયમિત આવતા કલાબેન ત્રિવેદી ,જે સર્વોદય હાઈસ્કૂલના પ્રિન્સિપાલ ,ડી.યુ ત્રિવેદીના ધર્મપત્ની થાય. જેઓનુ 84 વયની ઉંમરે ઘુટણનું ઓપરેશન કરાવીને દીકરાને ત્યાં સુરત રહેવા જવાનું હોવાથી વિદાય સમારોહ યોજવામાં આવ્યો. કલાબેન 84 વર્ષની ઉમરે પણ નિરોગી હતા અને સૂર્ય નમસ્કાર કરી શકતા હતા. અલકાબેન, શિલ્પાબેન, મીનાબેન, ગીતુ બેન અને યોગની બહેનો એ તેમને પુષ્પગુચ્છ આપીને બિરદાવ્યા હતા તથા યોગના સૌ ભાઈઓએ તેમનું શાલ ઓઢાડીને બહુમાન કર્યું હતું. આ કાર્યક્રમ ચંપકભાઈ ભાવસારના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો આ પ્રસંગે સુંદર ટેસ્ટી અલ્પાહાર તથા ચાની વ્યવસ્થા શ્રી વિનોદ ભાવસાર તેમજ ગોપાલ સોનીએ કરેલ હતી.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.