કલોલના બારોટ વાસમાં એલસીબીનો દરોડો જુગાર રમતા 16 શખ્સ ઝડપાયા
પોલીસના દરોડાથી જુગારીઓમાં ફફડાટજુગારીઓ પાસેથી પોલીસે એક લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત
કર્યોકલોલ : કલોલ શહેરના બારોટ વાસ માં આવેલ એક મકાનમાં જુગારધામ
ધમધમતું હતું ત્યારે બાતમીના આધારે ગાંધીનગર એલસીબી પોલીસ દ્વારા દરોદ પાડવામાં આવ્યો હતો પોલીસના દરોડા ને પગલે
જુગારીઓમાં નાસમ ભાગ મચી ગઈ હતી પોલીસે સ્થળ ઉપરથી જુગાર રમતા ૧૬ લોકોને ઝડપી લીધા
હતા જ્યારે ફરાર થઈ ગયેલા મુખ્ય સૂત્રધાર સામે ગુનો દાખલ કરી તેને ઝડપી લેવા માં
તપાસ ચલાવવામાં આવી છે પોલીસે જુગારીઓ
પાસેથી રોકડ રકમ તથા રૃપિયા ૧ લાખ ઉપરાંત નો મુદ્દા માલ જપ્ત કર્યો હતો.
ગાંધીનગર એલસીબી પોલીસના પીઆઇ એચપી ઝાલા ની સુચનાથી પોલીસ
કલોલ વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા ત્યારે તેઓને ખાનગી રાહે બાતમી મળી હતી
કે કલોલના બારોટવાસમાં આવેલ મકાનમાં મદનલાલ ભવાનભાઈ રાજપુત તથા નિમેશ મહેન્દ્રભાઈ
બારોટ ભેગા મળીને જુગાર રમાડે છે બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો અને અત્રે
જુગાર રમતા મદનલાલ ભવાનભાઈ રાજપુત તથા રાજુજી કાળાજી ઠાકોર અને ચેતન રમેશચંદ્ર શેઠ
તથા રમેશભાઈ ગણપતભાઈ બારોટ અને પારસ ભાઈ હસમુખભાઈ દેસાઈ તથા રાજેન્દ્રસિંહ ધનાજી
વાઘેલા અને શિવરાવ વલ્લભરાવ અને સલાઉદ્દીન અબ્દુલ કરીમ શેખ તથા ભરતભાઈ નેનજીભાઈ
ઠાકોર અને પ્રહલાદભાઈ આત્મારામભાઈ રાવળ તથા મુકેશભાઈ શાંતિલાલ જાની તથા જગદીશભાઈ
શંકરભાઈ વજીર અને સોહનસિંહ ડુંગરસિંહ રાજપુત તથા હિતેશકુમાર બાબુલાલ શાહ અને
મહેન્દ્રભાઈ ગંગારામભાઈ પરમાર તથા જીતેન્દ્રસિંહ દિપુજી ચાવડા ને જુગાર રમતા ઝડપી
લીધા હતા પોલીસે તેમની પાસેથી રોકડ રકમ રૃપિયા ૬૭,૨૮૦ તથા મોબાઈલ નંગ ૧૪ કિંમત રૃપિયા ૪૪,૫૦૦ મળી કુલ
રૃપિયા ૧,૧૧, ૭૮૦ નો મુદ્દામાલ
જપ્ત કરવામાં આવ્યો હતો અને જુગારીઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા હતા
નરોડામાં ફરાર થઈ ગયેલા જુગારધામના મુખ્ય સૂત્રધાર નિમેશ મહેન્દ્રભાઈ બારોટ સામે
પોલીસે ગુનો દાખલ કરીને તેને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.