મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ના નેતૃત્વમાં રાજ્ય સરકારના વધુ એક શિક્ષણલક્ષી નિર્ણય નૅ વધાવતા મંત્રી બાવળીયા વિદ્યાર્થીઓએ લાભ લેવા અનુરોધ
નરૅશ ચૉહલીયા જસદણ
જસદણ વિછીયાના ધારાસભ્ય અને રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ સરકારના વધુ એક શિક્ષણ લક્ષી નિર્ણયને આવકારતા જણાવ્યું છે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ અન્વયે પરિક્ષા સરળીકરણના ભાગરૂપે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ની પરિક્ષામાં સ્ટાન્ડર્ડ ગણિત/ બેઝિક ગણિત વિષય સાથે ઉત્તીર્ણ થયેલ વિધાર્થી હવે ધોરણ 11માં વિજ્ઞાન પ્રવાહના ગ્રુપ-A અથવા ગ્રુપ-B અથવા ગ્રુપ-AB અથવા ધોરણ 11 સામાન્ય પ્રવાહમાં પ્રવેશ મેળવી શકશે. ઉત્તીર્ણ ઉમેદવારો પ્રવેશ માટેનો લાભ ચાલુ શૈક્ષણિક સત્ર 2024-25 થી લઈ શકશે. તેમ અંતમાં ભુપેન્દ્રભાઈ પટેલની સરકારના શિક્ષણ લક્ષી નિર્ણયને આવકારીનૅ કૅબીનૅટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયે જણાવ્યું હતું વિદ્યાર્થીઓએ મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.