દુધઈ ગામે વાડી વિસ્તારમાં ફીડરોમા સીગલ ફેઈજ પાવર કરાયો ચાલુ ખેડૂતો ખુશખુશાલ
*મુળી નાં સરલા ફીડર માં થી ખેતીવાડી નાં ત્રણ ફીડર માં સીંગલ ફેઈજ પાવર કરાયો ચાલુ*
*ખેડૂત આગેવાન રાજુભાઈ કરપડા નાં પ્રયત્નો થકી વીસ વર્ષ બાદ ફરી વાડી વિસ્તારમાં અજવાળા*
મુળી તાલુકાનાં સરલા સબ ડિવિઝન થી દુધઈ સરલા ખાટડી નાં વાડી વિસ્તારમાં છેલ્લા વીસ વર્ષથી સીંગલ ફેઈજ પાવર બંધ હતો ત્યારે ખેડૂતો ખેતમજૂરો પશુપાલકો અને વિધાર્થીઓ ને મોટી હાલાકી ભોગવવી પડતી હતી ત્યારે ખેડૂતો એ આ અંગે ખેડૂત આગેવાન રાજુભાઈ કરપડા ને રજુઆત કરી હતી તેઓએ આ બાબતે વિજ કંપનીના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક સમીક્ષા કરી હતી અને આ ગામોમાં વાડી વિસ્તારમાં અજવાળા પાથરવા કટ્ટીબંધ બની છેલ્લા એક વર્ષથી રજુઆત કરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને આજે તમામ ગામોમાં વાડી વિસ્તારમાં ફીડરોમા વિજ પુરવઠો ચાલુ કરવામાં આવેલ છે ત્યારે આ ૨૪ કલાક વિજ પુરવઠો મળતાં ખેડૂતો ખેતમજૂરો પશુપાલકો માં ખુશાલી જોવા મળી હતી અને ખાસ વિધાર્થીઓ નાં આશિર્વાદ મળવા પામેલ છે ત્યારે રાજુભાઈ કરપડા એ જણાવ્યું હતું કે તમામ વિજ કંપનીના ઉચ્ચ અધિકારીઓ નો આ તકે આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે છેલ્લા વીસ વર્ષથી સીંગલ ફેઈજ પાવર બંધ કરવામાં આવેલ તે ફરી થી ચાલું કરવામાં આવતાં સમગ્ર ખેડૂત સમાજ માં વાડી વિસ્તારમાં અજવાળા પાથરવા માટે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો
*રામકુભાઈ કરપડા મુળી*
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.