સુરત વિદ્યાસંકુલ ડીંડોલી ખાતે સર્વરોગ નિદાન અને રક્તદાન કેમ્પ યોજાયો - At This Time

સુરત વિદ્યાસંકુલ ડીંડોલી ખાતે સર્વરોગ નિદાન અને રક્તદાન કેમ્પ યોજાયો


સુરત વિદ્યાસંકુલ ડીંડોલી ખાતે સર્વરોગ નિદાન અને રક્તદાન કેમ્પ યોજાયો

સુરત માતૃભૂમી વિદ્યાસંકુલ ડીંડોલી સુરત ખાતે સર્વરોગ નિદાન અને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.સર્વપ્રથમ દિપપ્રાગટ્ય અને શહિદોને પૂષ્પાંજલી અર્પણ કરીને કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ત્યાર બાદ સર્વરોગ નિદાન કેમ્પમાં સુરતના નામાંકીત તબીબો દ્વારા આશરે ૧૫૦૦ જેટલા લાભાર્થીઓનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું. જ્યારે મહારક્તદાન કેમ્પમાં ૧૩૦ રક્તદાતાઓનું રક્તદાન રેડક્રોસ બ્લડ સેન્ટર સુરત દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં માતૃભૂમી પરીવારના મોભી ભૂપતભાઈ સુખડીયા , કમાન્ડન્ટ ડો.પ્રફૂલભાઈ શિરોયા ( ચેરમેન, રેડક્રોસ બ્લડ સેંટર, ચોર્યાસી સુરત) દિનેશભાઈ જોગાણી ( વાઈસ ચેરમેન, રેડક્રોસ બ્લડ સેંટર, લોકદ્રષ્ટી આઈ બેંક, સક્ષમ, સુરત) જયેશભાઈ પટેલ (રેડ ક્રોસ વોલેન્ટીયર), ડો.હરેકૃષ્ણ શિરોયા ( યુથ રેડક્રોસ) નિલેશ વેજપરા ( રેડ ક્રોસ વોલેન્ટીયર) , લાયન્સ ક્લબ સુરત ક્રિસ્ટલ ના પ્રતીનીધી શ્રીમતી નિશા ટાટર, શ્રીમતી સુનિતા નહાતા ઉપસ્થીત રહ્યા હતા અને રક્તદાતાને પ્રોત્સાહિત કર્યાં હતા.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.