‘તું મારા પતિ વિરૂદ્ધ ફરિયાદ કેમ કરે છે’ કહીં મહિલા અને તેના માનસિક અસ્થિર પુત્ર પર હુમલો - At This Time

‘તું મારા પતિ વિરૂદ્ધ ફરિયાદ કેમ કરે છે’ કહીં મહિલા અને તેના માનસિક અસ્થિર પુત્ર પર હુમલો


ગોંડલ રોડ પર આવેલ બાનલેબના ક્વાર્ટરમાં રહેતી વાલ્મીકી મહિલા અને તેના માનસિક અસ્થીર પુત્ર પર પડોશી મહિલા અને સગી બહેને હુમલો કરતાં ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવારમાં ખસેડાઇ હતી. બનાવ અંગે માલવીયાનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.
બનાવ અંગે ગોંડલ રોડ પર આવેલ પૂજારના શો રૂમ પાછળ રહેતાં ટીનાબેન બહાદુરભાઇ સોલંકીએ પોતાની ફરિયાદમાં આરોપી તરીકે મમતા દિપક અને મીના ભરત વાઘેલા (રહે. બંને બાનલેબ્સ ક્વાર્ટર) નું નામ આપતાં માલવીયાનગર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. વધુમાં ફરિયાદીએ જણાવ્યું કે, તેમના પતિ મારા વઢવાણ રહે છે અને તેઓ સફાઇકામ કરે છે. ગઈકાલે સવારે તેઓ તેમના પુત્ર સાથે તેના બહેનના ઘરે હતાં
ત્યારે તેના પડોશી દિપકભાઇ વિરૂદ્ધ તેઓએ કરેલ અરજી મામલે મન દુ:ખ રાખી તેના પત્ની મમતાબેન ઘરમાં ઘુસી કહેવા લાગેલ કે, તું કેમ મારા ઘરવાળા વિરુદ્ધ ખોટી ફરિયાદ કરે છે કહીં ગાળો આપવા લાગેલ અને પડોશમાં રહેતી ફરિયાદીની મોટી બહેન મીનાબેન વાઘેલા પણ તેના ઘરમાં આવેલ અને કહેવા લાગેલ કે, તુ શું કામ બીજાની વિરુદ્ધ ખોટી ફરિયાદ કરે છે કહી ગાળો બોલવા લાગેલ હતાં. બાદમાં બંનેને સમજાવવા છતાં સમજેલ નહીં અને ઉશ્કેરાય જઈ ઠીકા-પાટોનો મુંઢમાર માર મારવા લાગેલ હતાં.
તેમજ આ બંને મહિલાએ ફરિયાદીના 11 વર્ષના માનસિક અસ્વસ્થ પુત્રને પણ મૂંઢ મારમાર્યો હતો. જે બાદ બંને આરોપી મહિલા નાસી છૂટી હતી. જે બાદ તેણીને લાગી આવતા પંચશીલ સોસાયટીમાં જઈ ફિનાઈલની અડધી બોટલ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. બનાવ અંગેની ફરિયાદ પરથી માલવીયાનગર પોલીસ મથકના એ. એસ.આઈ. વી. જી.બોરીચાએ આરોપી મહિલાને સકંજામાં લેવા તજવીજ હાથ ધરી હતી.
9879405838


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.