*આગામી ૩૦ નવેમ્બરના રોજ હિંમતનગર ખાતે જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો યોજાશે* - At This Time

*આગામી ૩૦ નવેમ્બરના રોજ હિંમતનગર ખાતે જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો યોજાશે*


*આગામી ૩૦ નવેમ્બરના રોજ હિંમતનગર ખાતે જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો યોજાશે*
*****************
આગામી તા. ૩૦-૧૧-૨૦૨૩ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે એસ.એસ. મહેતા આર્ટ્સ એન્ડ એમ.એમ. પટેલ કોમર્સ કોલેજ, મોતીપુરા, હિંમતનગર ખાતે સાબરકાંઠા જિલ્લાના રોજગારવાંચ્છુ ઉમેદવારો માટે ખાનગી ક્ષેત્રના નોકરીદાતાઓ પાસે ખાલી રહેલ નોકરી માટેની જગ્યાઓ ભરવા માટે ભરતી મેળાનું આયોજન કરેલ છે. આ ભરતીમેળામાં ભાગ લેવા માંગતા ૧૮ થી ૩૫ વર્ષની ઉંમરના તેમજ એસ.એસ.સી થી ઓછું ભણેલા/ એસ.એસ.સી/ એચ.એચ.સી/ આઈ.ટી.આઈ/ સ્નાતકની લાયકાત ધરાવનાર ઉમેદવારોને તેમની ઉંમર, જાતિ અને શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રની નકલ અને બાયોડેટાની ત્રણ થી ચાર નકલો સાથે સ્વ-ખર્ચે રૂબરૂ ઉપસ્થિત રહેવું.
આ ભરતી મેળામાં હાજર રહેનાર રોજગાર વાંચ્છુઓ પૈકી જે ઉમેદવારોએ રોજગાર કચેરી ખાતે નામ નોંધણી કરાવેલ ન હોય તેવા ઉમેદવારોની તે જ દિવસે નામ નોંધણી કરવામાં આવશે. જેથી ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાતના તમામ પ્રમાણપત્રો અને તેની એક-એક ઝેરોક્ષ નકલ સાથે લાવવી. આ ઉપરાંત અનુબંધમ પોર્ટલ (https://anubandham.gujarat.gov.in) પર જોબફેર આઇ.ડી. JF322028779 સર્ચ કરી ભરતી મેળા વિશેની માહિતિ મેળવી શકશો. એમ રોજગાર અધિકારી(જનરલ) હિંમતનગરની એક અખબારી યાદીમાં જણાવાયુ છે.
************


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.