સતાધાર જગ્યાના વિવાદ મુદ્દે અમરેલી જિલ્લામાં માનવ મંદિર મહંત ભક્તિરામબાપુએ કહ્યું કોઈ પુરાવા વગર બોલવુ "સનાતન" ધર્મને નુકસાન જય રહ્યું છે - At This Time

સતાધાર જગ્યાના વિવાદ મુદ્દે અમરેલી જિલ્લામાં માનવ મંદિર મહંત ભક્તિરામબાપુએ કહ્યું કોઈ પુરાવા વગર બોલવુ “સનાતન” ધર્મને નુકસાન જય રહ્યું છે


સતાધાર જગ્યાના વિવાદ મુદ્દે અમરેલી જિલ્લામાં માનવ મંદિર મહંત ભક્તિરામબાપુએ કહ્યું કોઈ પુરાવા વગર બોલવુ "સનાતન" ધર્મને નુકસાન જય રહ્યું છે

સૌરાષ્ટ્રની સતાધાર જગ્યાના સમર્થનમા અમરેલી જિલ્લામાં મહંતની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી

સૌરાષ્ટ્રની સુપ્રસિદ્ધ સતાધાર જગ્યાના વિવાદ છેલ્લા કેટલાક દિવસોથી ચરમસીમાએ પોહચી રહ્યો છે જગ્યાના મહંત અને જગ્યા મુદ્દે કેટલાક લોકોએ આક્ષેપો કરતા સતાધાર ધાર્મિક સંસ્થા જગ્યા વિવાદમાં આવતા ઘેરાપ્રત્યાઘાતો પડ્યા છે આ વિવાદ રાજય સરકાર સુધી પોહચ્યો છે કેટલાક ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્યા છે ત્યારે સતાધાર જગ્યાના સેવકો સમર્થકોની સતાધારના સમર્થનમાં પ્રતિક્રિયા આવ્યા બાદ સાધુ સંતોમાં અમરેલી જિલ્લામાંથી પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે સાવરકુંડલા હાથસણી રોડ ઉપર આવેલ માનવ મંદિર આશ્રમના મહંત ભક્તિરામબાપુએ સતાધાર જગ્યાના સમર્થનમાં પહેલી પ્રતિક્રિયા આપી વિવાદ શાંત પાડવા માટેનો પ્રયાસ હાથ ધર્યો છે.

સતાધાર વિશે શુ કહ્યું ભક્તિરામ બાપુએ

માનવ મંદિરના મહંત ભક્તિરામબાપુએ મીડિયાને પ્રતિક્રિયા આપતા કહ્યું અત્યારે સોશ્યલ મીડિયા પર વાયરલ બોવ થય રહ્યું છે તે ખુબજ પીડાજનક છે સતાધાર એટલે આપણી શ્રધ્ધાનું કેન્દ્ર પૌરાણિક જગ્યા સિદ્ધ જગ્યા છે તેના માટે વગર વિચારે પ્રુફ વગર કય બોલવુ કે કાય વાતો કરવી વ્યાજબી નથી સનાતન ધર્મને નુકસાન થય રહ્યું છે આ બાબતે મારે એટલું જ બધાને કહેવાનું છે જેની પાસે કોઈને વાંધો હોય કોઈ પ્રુફ હોય તો એણે પ્રશ્નનલી સમજી લેવું જોઈએ સતાધાર વિશે કય બોલવું તે આપણા સ્નાતની ધર્મ માટે વ્યાજબી નથી જો કોઈને પ્રશ્નનલ વાંધો હોય અને પ્રશ્નનલ કાય પ્રુફ હોય તો એણે પ્રશ્નનલી રીતે મળી લેવુ જોઈએ આવી રીતે જગ્યાને સારેઆમ બદનામ કરવી તે સનાતન ધર્મને નુકસાન છે એટલે મહેરબાની કરીને સતાધાર વિરુદ્ધ જે સોશ્યલ મીડિયામાં મનફાવે તેમ વાતું કરી રહ્યા છો તે બંધ કરજો હું આપને કરબંધ પ્રાર્થના સાથે કવ છું જો પ્રુફ હોય તો પ્રશ્નનલી સમજી લ્યો બાકી ધર્મસ્થાનને આવી રીતે નુકસાન કરશો તો આપડા સનાતન ધર્મને નુકસાન જશે.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.