વિરપુરના જુના બજાર વિસ્તારમાં વરસાદી પાણી સાથે ગટરના દુષિત પાણી આવી જતા હાલાકી... - At This Time

વિરપુરના જુના બજાર વિસ્તારમાં વરસાદી પાણી સાથે ગટરના દુષિત પાણી આવી જતા હાલાકી…


રોગચાળો ફાટી નિકળે તેવી દહેશત...

દર ચોમાસામાં આ પરીસ્થીતી સર્જાતા રહીશો ત્રાહીમામ....

મહિસાગર જીલ્લાના વિરપુર જુના બજાર વિસ્તારમાં છાશવારે ગટરો ઉભરાતા ગટરોના દુષિત પાણીનો નિકાલ ન થતા ગટરો અને વરસાદી પાણી છેક ઘર આગળ આવી જાય છે ચોમાસાની શરૂઆતમા જ ગટરના દુષિત પાણી રહેવા સ્થાનિકો મજબૂર બન્યા છે ત્યારે વારંવાર ગ્રામ પંચાયતને રજૂઆતો કરવા છતાં પણ કાયમી કોઈ ઉકેલ ના આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે નગરના જુના બજાર ,જુના પોલીસ સ્ટેશન વિસ્તારમાં અંદાજીત ૧૦૦ થી વધારે પરીવાર વસવાટ કરે છે આ વિસ્તારમાં લાખો રૂપિયા ખર્ચીને ગ્રામ પંચાયત દ્વારા ગટરની વ્યવસ્થા કરવામાં આવી છે પણ અણ આવડત અ વ્યવસ્થાના લીધે ગટરના દુષિત પાણી બેક થઈ જાહેર માર્ગ પર આવીજતા લોકોને અવર જવર કરવા ભારે હાલાકી વેઠવી પડી રહી છે ઉપરાંત સ્થાનીકો ધરની આગળ ગટરોના દુર્ગંધ મારતા પાણી તળાવની જેમ પથરાઈ ગયા છે જેના લીધે રાત્રે ઉંઘી પણ નથી શકતા ચોમાસાની શરૂઆત પૂર્વે પણ અવાર નવાર ગ્રામ પંચાયત સહિત તાલુકા વિકાસ અધિકારી રજુઆતો કરવા છતાં ગ્રામ પંચાયત મગનું નામ મરી પાડવા તૈયાર નથી ગટરના દુષિત પાણીથી રોગચાળો ફાટી નિકળે તેવી દહેશત ઉભી થઈ છે વિરપુરના જુના બજાર વિસ્તારના રહીશોને દર ચોમાસામાં એકજ માંગ તત્કાલીન આ ગટરોના દુષિત પાણીનો કાયમી નિકાલ કરવામાં આવે માંગ ઉઠી છે...

રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વિરપુર મહીસાગર


7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.