દિવ્યધામ વલારડી રક્તદાન, આરોગ્ય નિદાન, ચકલી બચાવ અભિયાન દ્વારા પ્રસરાવે છે સેવાની સરવાણી - At This Time

દિવ્યધામ વલારડી રક્તદાન, આરોગ્ય નિદાન, ચકલી બચાવ અભિયાન દ્વારા પ્રસરાવે છે સેવાની સરવાણી


દિવ્યધામ વલારડી રક્તદાન, આરોગ્ય નિદાન, ચકલી બચાવ અભિયાન દ્વારા પ્રસરાવે છે સેવાની સરવાણી
ગુજરાતભરનાં વઘાસિયા પરિવારો દ્વારા વલારડી ગામે સુરાપુરાનાં જિર્ણોદ્વારિત નુતન મંદીરને ભારતભરની પવિત્ર સરિતાઓ, સાગર કુંડનાં જળથી જલાભિષેક દ્વારા શૂધ્ધિકરણ
જૂનાગઢ તા. ૨૭, દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજયના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા અમરેલી જિલ્લામાં આવેલા કુલ અગિયાર તાલુકાઓ પૈકીના બાબરા તાલુકામાં આવેલું એક નાનકડું ગામ વલારડી પ્રેરક સંદેશો પહોંચતો કરવામાં અગ્રીમ સ્થાને રહ્યુ છે, કેમ કે ગામનાં સીમ વિસ્તારમાં સમસ્ત વઘાસિયા પરિવારનાં સુરાપુરા પાતાદાદાની રણખાંભી દર્શનિય અને પુજનીય બનીને લોકો માટે આસ્થાનું કેન્દ્ર બની રહી છે. પાતાદાદાની નિશ્રામાં કરેલી મનોકામનાં અચુક સફળ રહ્યાની દાર્શનિક વાતો અનેક લોકો માટે શ્રધ્ધાબળમાં વધારો કરી રહી છે. ત્યારે નિરંજન નિરાકારી વેરાઇ માતાની દિવ્ય જ્યોતની નિશ્રામાં બાબરા તાલુકાનાં નાનકડા વલારડી ગામની સીમમાં બીરાજતા સુરાપુરા પાતાદાદાનાં નિજમંદિરનાં જિર્ણોધ્ધાર બાદ નુતન મંદિરને રાષ્ટ્રની વિવિધ સરીતાઓનાં નીર, વિશ્વનાં મહાસાગરનાં નીર અને દેશનાં પવિત્ર કુંડોનાં જળથી શુધ્ધિકરણ કાર્યક્રમમાં લોકો સ્વયંભુ હજારોની સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

રિપોર્ટ અસ્વિન પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.