દિવ્યાંગ બાળકોની શક્તિને ખીલવવાનું પુણ્ય કાર્ય એટલે “ સ્નેહ સ્પર્શ” – મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર્ભાઇ પટેલ  ડો.પી.વી. દોશી સાહેબનું જીવન દિવ્યાંગ બાળકોને સમર્પિત હતું. – ડો.દર્શિતાબેન શાહ શ્રી અરવિંદભાઇ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ ના ઉપક્રમે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ની હાજરીમાં “સ્નેહ સ્પર્શ” કાર્યક્રમ સફળતાપુર્વક સંપન્ન થયો - At This Time

દિવ્યાંગ બાળકોની શક્તિને ખીલવવાનું પુણ્ય કાર્ય એટલે “ સ્નેહ સ્પર્શ” – મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર્ભાઇ પટેલ  ડો.પી.વી. દોશી સાહેબનું જીવન દિવ્યાંગ બાળકોને સમર્પિત હતું. – ડો.દર્શિતાબેન શાહ શ્રી અરવિંદભાઇ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ ના ઉપક્રમે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ની હાજરીમાં “સ્નેહ સ્પર્શ” કાર્યક્રમ સફળતાપુર્વક સંપન્ન થયો


દિવ્યાંગ બાળકોની શક્તિને ખીલવવાનું પુણ્ય કાર્ય એટલે “ સ્નેહ સ્પર્શ” – મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર્ભાઇ પટેલ 

ડો.પી.વી. દોશી સાહેબનું જીવન દિવ્યાંગ બાળકોને સમર્પિત હતું. – ડો.દર્શિતાબેન શાહ

શ્રી અરવિંદભાઇ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ ના ઉપક્રમે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ની હાજરીમાં “સ્નેહ સ્પર્શ” કાર્યક્રમ સફળતાપુર્વક સંપન્ન થયો

 

રાજ્યની પ્રતિષ્ઠિત સેવાભાવી સંસ્થા શ્રી અરવિંદભાઇ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ બાળકોની કલા અને શક્તિ ને ઉજાગર કરતો સાંસ્કૃતિક કાર્યક્રમ “સ્નેહ સ્પર્શ” ૨૨.૦૭.૨૦૨૩ ને શનિવારે સફળતાપુર્વક યોજાયો હતો. આ પ્રસંગે પ્રમુખ પદે ઉપસ્થિત રહી રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે આ ટેલેન્ટ શો ને બિરદાવીને જણાવ્યું હતું કે દિવ્યાંગ બાળકોની શક્તિ ખીલવવાના પુણ્ય કાર્યમાં, સહભાગી બનતા આનંદ થાય છે. કુદરત કોઈ એક ઇન્દ્રીય લઇ લે તો પણ બાળકોમાં કેટલી શક્તિ રહેલી છે, તે આવા કાર્યક્રમ થકી જાણવા મળે છે. તેમણે વિદ્યાર્થીઓ, તેમના વાલીઓ, ટ્રસ્ટીઓ તેમજ શિક્ષકોને ખુબજ અભિનંદન આપ્યા હતા. અને જ્યાં જરૂર જણાય ત્યાં રાજ્ય સરકાર સાથે રહેશે તેવી ખાતરી આપી હતી.

શ્રી અરવિંદભાઇ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટના સ્થાપક પ્રમુખ ડો. પી. વી. દોશી (પપ્પાજી) ની સ્મૃતિમાં છેલ્લાં ૧૭ વર્ષથી શ્રી અરવિંદભાઇ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ ના ઉપક્રમે “સ્નેહ સ્પર્શ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. મુખ્યમંત્રી એ ડો. પી. વી. દોશી અને અરવિંદભાઇ મણીઆર નો ઉલ્લેખ કરી “સ્નેહ સ્પર્શ” માં જળવાયેલા સાતત્ય અને ટ્રસ્ટની વિવિધ સામાજીક, સાંસ્કૃતિક અને રચનાત્મક પ્રવૃતિઓ અંગે પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે પૂ. પપ્પાજીની પૌત્રી અને ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહે પ્રાસંગીક પ્રવચનમાં જણાવ્યું હતું કે પપ્પાજી ને દિવ્યાંગ બાળકો પ્રત્યે અપાર લાગણી અને સ્નેહ સભર સંવેદનાઓ હતી. તેમનું સમગ્ર જીવન સમાજ માટે સમર્પિત હતું અને તેઓ અનેકવિધ સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા. પપ્પાજી ને પ્રિય દિવ્યાંગ બાળકોની કલાને ઉજાગર કરતો “સ્નેહ સ્પર્શ” કાર્યક્રમ ૧૭ વર્ષ પહેલા શરૂ કરવામાં આવ્યો હતો. અને દર વર્ષે કાર્યક્રમનું સફળતાપુર્વક નું આયોજન શ્રી અરવિંદભાઇ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. આ પ્રસંગે રાજ્યના મંત્રીઓ શ્રી કુંવરજીભાઈ બાવળીયા અને શ્રીમતી ભાનુબેન બાબરીયા; સાંસદો રામભાઈ મોકરીયા અને મોહનભાઈ કુંડારીયા; ધારાસભ્યશ્રીઓ ડો. દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા; મેયરશ્રી ડો. પ્રદીપભાઈ ડવ; મુંબઈ ના જીવદયા પ્રેમી તેમજ દાતાશ્રી અજયભાઈ શેઠ તેમજ ગણમાન્ય મહાનુભાવો અતિથી વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમના પ્રારંભે શ્રી અરવિંદભાઇ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટીશ્રી ડો. વલ્લભભાઈ કથીરીયાએ ટ્રસ્ટની પ્રવૃતિઓની અને ટ્રસ્ટની વિવધ સામાજિક, સાંસ્કૃતિક અને રચનાત્મક પ્રવૃતિઓ અંગે માહિતી આપી મુખ્યમંત્રી તેમજ અન્ય મહેમાનો ને આવકાર્યા હતા. શ્રી કલ્પકભાઈ મણીઆરે સંદર્ભો સાથે અભારવિધિ કરી હતી. ટ્રસ્ટના ટ્રસ્ટીઓ શ્રી હંસીકાબેન મણીઆર અને શ્રી જ્યોતીન્દ્રભાઈ મહેતા એ આ તકે શુભેચ્છા સંદેશ મોકલેલ હતો. આ પ્રસંગે શિવુભાઇ દવે ઉપરાંત કલેકટર શ્રી પ્રભવ જોશી, મ્યુ. કમિશનર શ્રી આનંદ પટેલ, પો. કમિશનર શ્રી રાજુ ભાર્ગવ, ડે. મેયર શ્રીમતી કંચનબેન સિધ્ધપુરા ઉપરાંત શ્રેષ્ઠીઓ શ્રી ચન્દ્રકાંતભાઈ શેઠ, હરેશભાઈ વોરા અને જીતુભાઈ બેનાણી ઉપરાંત રાજકોટ નાગરિક સહકારી બેંક ના ચેરમેન શ્રી શૈલેશભાઈ ઠાકર તેમજ ઉચ્ચ અધિકારીઓ , ભાજપના અગ્રણીઓ અને શહેરના નગર સેવકો તેમજ ગણમાન્ય મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

જાણીતા જૈનાચાર્ય શ્રી જે. પી. મહારાજે કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને તેમણે આશીર્વાદ આપ્યા હતા. મુંબઈ થી વિશેષ ઉપસ્થિત દાતા શ્રી અજયભાઈ શેઠે સંસ્થાઓના તમામ ૨૦૧ બાળકોને દરેકને રૂ.૨૦૦૦/- પુરસ્કાર સ્વરૂપે આપેલ હતા. સાથે સાથે તેમણે આ કાર્યક્રમ મુંબઈ માં યોજવા તૈયારી દર્શાવી હતી. જેને ઉપસ્થિત શ્રોતાઓ એ આવકારી હતી. જે દસ સંસ્થાઓના વિદ્યાર્થીઓએ પોતાની ઉત્તમ કલા રજુ કરી તેમાં - શ્રી અને શ્રીમતી છ. શા. વિરાણી બહેરા-મુંગા શાળા, વી. ડી. પારેખ અંધ મહિલા વિકાસ ગૃહ, સેતુ ફાઉન્ડેશન, પ્રયાસ પેરેન્ટસ એસોસીએશન વીથ સ્પેશીયલ નીડ્સ, નવશક્તિ વિદ્યાલય, એકરંગ ચિલ્ડ્રન્સ ડેવલોપમેન્ટ ઇન્સ્ટીટયુટ, જીનીયસ સુપર કિડ્સ, મંત્ર ફાઉન્ડેશન, સ્નેહ નિર્જર અને પરમાર્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ નો સમાવેશ થયો હતો.
શ્રી અરવિંદભાઇ મણીઆર ચેરીટેબલ ફાઉન્ડેશન તરફથી ગીર ગાયના ઘી નો પ્રોજેક્ટ ચાલે છે તેનો આકર્ષક ડિસ્પ્લે માનનીય મુખ્યમંત્રીશ્રી એ રીમોટ કન્ટ્રોલ થી ખુલ્લો મુક્યો હતો.
કાર્યક્રમનું સંચાલન શ્રી નિલેશભાઈ શાહ અને જહાન્વીબેન લાખાણીએ કર્યું હતું. કાર્યક્રમ માં સામેલ દરેક સંસ્થાઓને મોમેન્ટો તેમજ પુરસ્કાર સ્વરૂપે ચેક અને આકર્ષક ભેટ સાથે પાંચ ધાર્મિક પુસ્તકો આપવામાં આવ્યા હતા. સંસ્થાના તમામ બાળકોને ગીફ્ટ દાતાશ્રી જયંતીભાઈ પટેલ અને હસુભાઈ સોનછત્રા તરફથી આપવામાં આવેલ. કાર્યક્રમની સફળતા માટે શ્રી અરવિંદભાઇ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી ડો. વલ્લભભાઈ કથીરિયા સાથે ટ્રસ્ટી મંડળ અને ટ્રસ્ટના તમામ કાર્યકર્તાઓ એ જહેમત ઉઠાવી હતી.

 રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.