વિદ્યાર્થી માટે આગમન દૈનિકના તંત્રી નિલેશ જાની એ જાણ કરતા અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાએ ફોન દ્વારા કામ કરાવ્યું જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી હોસ્ટેલમાં છાત્રો માટે ભોજનની વ્યવસ્થા કરાઇ ભારે વરસાદથી બંધ વીજપુરવઠો પણ તુરંત શરૂ કરાયો
વિદ્યાર્થી માટે આગમન દૈનિકના તંત્રી નિલેશ જાની એ જાણ કરતા
અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાએ ફોન દ્વારા કામ કરાવ્યું કામ
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી હોસ્ટેલમાં છાત્રો માટે ભોજનની વ્યવસ્થા કરાઇ
ભારે વરસાદથી બંધ વીજપુરવઠો પણ તુરંત શરૂ કરાયો
અમરેલી જૂનાગઢમાં કૃષિ યુનિવર્સિટીની હોસ્ટેલમાં ભારે વરસાદના કારણે વીજળી ગુલ થઈ ગઈ હતી અને ખાવા પીવાની પણ વ્યવસ્થા ન હોય આ અંગે અમરેલી ના ધારાસભ્ય કૌશિકભાઇ વેકરીયા દ્વારા ફોનથી વાટાઘાટો કરીને તાત્કાલિક તમામ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી અને વિદ્યાર્થીઓનો પ્રશ્ન ઉકેલાયો હતો.
જૂનાગઢમાં મોતીબાગની બાજુમાં આવેલ કૃષિ યુનિવર્સિટીમાં વરસાદના કારણે અસરગ્રસ્ત વિસ્તાર હોવાથી ગંભીર પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અને ત્યાં ગર્લ્સ હોસ્ટેલની બાજુમાં એક દિવાલ પડી જતા તેમાં એક વ્યક્તિનો મોત પણ થયું હતું.
આ દ્રશ્ય જોઈને અહીંયા રહીને અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ પણ ગભરાઈ ગઈ હતી. ભારે વરસાદના કારણે વૃક્ષો, વીજપોલ વગેરે પણ ધરાશાયી થઈ ગયા હતા અને વીજળી ગુલ થઈ ગઈ હતી. અધૂરામાં પૂરું હોય તેમ રવિવારના દિવસે અહીંની હોસ્ટેલમાં લોજીગ બંધ હોય છે અને વિદ્યાર્થીઓને બહાર જમવા જવું પડતું હોય છે પરંતુ વરસાદના કારણે તેની કોઈ વ્યવસ્થા ન હોવાથી ભારે મુશ્કેલી સર્જાઇ હતી.
અમરેલીના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયાને આ અંગેની આગમન દૈનિક નાં તંત્રી નિલેશ જાની એ જાણ કરતા તેમણે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ના વાઈસ ચાન્સલર સાથે ફોન દ્વારા વાટાઘાટો કરીને જરૂરી સૂચનાઓ આપી હતી જેના કારણે અહીં તાબડતો તમામ વિદ્યાર્થીભાઈઓ તથા બહેનો ઓ માટે બપોર તથા સાંજના સમયે ભોજનની વ્યવસ્થા કરાવાય હતી અને બંધ થઈ ગયેલી વીજળી તુરંત ચાલુ કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી જેના કારણે વિદ્યાર્થીઓમાં ખુશીની લાગણી પ્રસરી જવા પામી હતી. અને જુનાગઢ કૃષિ યુનીવર્સીટી ના ભાઈઓ બહેનોએ અમરેલી નાં ધારાસભ્ય અને સરકારમાં મુખ્ય ઉપદંડક કૌશિકભાઈ વેકરીયા નો આભાર માન્યો હતો.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.