હિંમતનગર બ્રહ્મ સમાજનું ગૌરવ.......... શ્રી હિંમત હાઈસ્કૂલ, હિંમતનગરમાં અભ્યાસ - At This Time

હિંમતનગર બ્રહ્મ સમાજનું ગૌરવ………. શ્રી હિંમત હાઈસ્કૂલ, હિંમતનગરમાં અભ્યાસ


હિંમતનગર બ્રહ્મ સમાજનું ગૌરવ..........
શ્રી હિંમત હાઈસ્કૂલ, હિંમતનગરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી રાજ પુરોહિત મીત રઘુનાથસિંહ એ ચાલુ વર્ષે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષામાં 650 માંથી 538 ગુણ મેળવીને (પી.આર 94.39) દ્વિતીય નંબર પ્રાપ્ત કર્યો છે. આ વિદ્યાર્થીએ બે વર્ષ પહેલા ધોરણ 10 માં પણ 600 માંથી 495 ગુણ (પી.આર 93.46) મેળવીને શાળામાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો. શરૂઆતથી મીત ભણવામાં ખૂબ હોશિયાર અને શાળાની અન્ય સહ અભ્યાસ પ્રવૃત્તિમાં પણ ભાગ લઈને નંબર પ્રાપ્ત કરેલ છે. શરૂઆતથી જ ગ્રાન્ટેડ શાળામાં અભ્યાસ કર્યો છે અને ખૂબ ઊંચું પરિણામ પ્રાપ્ત કર્યું છે. સામાન્ય મધ્યમ વર્ગીય પરિવારનો આ વિદ્યાર્થી ભવિષ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મેળવી રાજ્ય અને દેશની સેવા કરવાની ઈચ્છા ધરાવે છે. તેને શાળાનું, તેના પરિવારનું અને બ્રહ્મ સમાજનું ગૌરવ વધાર્યું છે, તે બદલ ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.