CJI એનવી રમણાના કાર્યકાળનો અંતિમ દિવસ, ‘રેવડી કલ્ચર’ મામલે સંભળાવશે નિર્ણય
- ગત સુનાવણી દરમિયાન કોર્ટે વારંવાર સરકારને સર્વદળીય બેઠક દ્વારા એકમત નક્કી કરવા કહ્યું હતુંનવી દિલ્હી, તા. 26 ઓગષ્ટ 2022, શુક્રવારસુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એનવી રમણાના કાર્યકાળનો આજે અંતિમ દિવસ છે. તેમની અધ્યક્ષતાવાળી બેંચ આજે 5 મુદ્દે નિર્ણય સંભળાવવાની છે. તેમાં ફ્રી બીઝ, 2007ના ગોરખપુર રમખાણો, કર્ણાટક માઈનિંગ, રાજસ્થાન માઈનિંગ લીઝિંગ અને બેન્કરપ્સી કેસનો સમાવેશ થાય છે. આ તમામ કેસની સુનાવણીનું લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે. રાજકીય પાર્ટીઓ દ્વારા આપવામાં આવતી મફતની વસ્તુ-સેવાની ઘોષણાઓ મામલે સુપ્રીમ કોર્ટ આજે પોતાનો નિર્ણય સંભળાવશે. ગત સુનાવણી દરમિયાન કોર્ટે વારંવાર સરકારને સર્વદળીય બેઠક દ્વારા એકમત નક્કી કરવા કહ્યું હતું. ચૂંટણી પંચે પણ કહ્યું હતું કે, આ મામલે નિયમ અને કાયદા બનાવવાનું કામ તેનું નહીં પરંતુ સરકારનું છે. જ્યારે સરકારના કહેવા પ્રમાણે કાયદો બનાવવાનું કામ એટલું સરળ નથી. કેટલીક વિપક્ષી પાર્ટીઓ આ પ્રકારની મફતની ઘોષણાઓ કરવી તેને બંધારણ દ્વારા પ્રદાન થયેલું અભિવ્યક્તિના અધિકારનું અંગ માને છે. ત્યારે આજે સૌ કોઈની નજર કોર્ટના નિર્ણય પર ટકેલી છે. ચીફ જસ્ટિસની આગેવાનીવાળી પીઠ આ સમસ્યાના ઉકેલ માટે કયો રસ્તો સૂચવે છે તેના પર સૌની નજર છે. આ પણ વાંચોઃ ગરીબ લોકો માટે નિઃશુલ્ક યોજનાઓ અનિવાર્ય, ફ્રી બીઝ અંગે સુપ્રીમે કહ્યુંસુપ્રીમ કોર્ટે તાજેતરમાં ચૂંટણી દરમિયાન મફતની સુવિધાઓનું વચન આપતી રાજકીય પાર્ટીઓની માન્યતા રદ્દ કરવાની માગણી કરતી અશ્વિની ઉપાધ્યાયની અરજી પર સુનાવણી કરી હતી. સીજેઆઈએ કહ્યું હતું કે, સવાલ એ છે કે, કોર્ટ પાસે આદેશ આપવાની શક્તિ છે પરંતુ કોઈ પછી એમ કહીને કોર્ટમાં આવી શકે છે કે જે-તે યોજના કલ્યાણકારી છે. તે સંજોગોમાં ન્યાયપાલિકાએ હસ્તક્ષેપ કરવો કે નહીં તેનો વિવાદ થઈ શકે છે. સીજેઆઈએ કહ્યું હતું કે, તેઓ 'ફ્રી બીઝ' પર પ્રતિબંધ માટે ચૂંટણી પંચને કોઈ વિશેષ અધિકાર નથી આપવાના પરંતુ તે મામલે ચર્ચા થવી જરૂરી છે. તે નિશ્ચિતપણે એક મહત્વનો મુદ્દો છે. ધારો કે, કેન્દ્ર એવો કોઈ કાયદો બનાવે કે રાજ્ય મફતમાં ન આપી શકે ત્યારે શું આપણે એમ કહી શકીએ કે આ પ્રકારનો કાયદો ન્યાયિક તપાસ માટે ખુલ્લો નથી. આ પણ વાંચોઃ રેવડી કલ્ચર અને કલ્યાણકારી યોજનાઓ બંને અલગ અલગ બાબત- સુપ્રીમ કોર્ટ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.