રૈયાધારમાં ઠાકર મંદિર પાછળ મહિલાએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું - At This Time

રૈયાધારમાં ઠાકર મંદિર પાછળ મહિલાએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું


રૈયાધારમાં ઠાકર મંદિર પાછળ રહેતાં ભાનુબેન ભગાભાઈ મીર (ઉ.વ.35) આજે સવારે પોતાના ઘરે રૂમમાં જઇ અગમ્ય કારણોસર પંખાના હુકમાં ચુંદડી બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવ અંગે પરિવારજનોને જાણ થતાં મહિલાને સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
જ્યાં ફરજ પરના તબીબોએ મહિલાને તપાસી મૃત જાહેર કરી હતી. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરતાં હેડ કોન્સ્ટેબલ ભગિરથસિંહ દોડી ગયાં હતાં અને જરૂરી કાગળો કરી મૃતદેહને પીએમમાં ખસેડી બનાવનું કારણ જાણવા પરિવારની પૂછપરછ હાથ ધરી હતી.
વધુમાં મળેલ વિગત અનુસાર, મૃતકના પતિ પંચવટી ચોકમાં ચા ની હોટલ ચલાવે છે અને તેઓ પણ બનાવથી અજાણ હોવાનું જણાવ્યું હતું. મૃતકને સંતાનમાં એક પુત્ર-પુત્રી છે. બનાવથી પરિવારમાં આક્રંદ છવાયો હતો.
9879405838


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.